વ્યવસાય કરવા માટે કયા સ્થળ સાથે સારી લેણાદેણી રહેશે? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વ્યવસાય કરવા માટે કયા સ્થળ સાથે સારી લેણાદેણી રહેશે?

વ્યવસાય કરવા માટે કયા સ્થળ સાથે સારી લેણાદેણી રહેશે?

 | 2:00 am IST
  • Share

પ્રશ્ન : મારું નામ બળદેવભાઈ (જિ. મોરબી) છે. મારા પુત્ર કૃણાલની જન્મતારીખ ૪-૦૯-૧૯૮૦ છે. તેને વ્યવસાયમાં કયા સ્થળ સાથે સારી લેણાદેણી રહેશે? નોકરી કરવી કે સ્વતંત્ર ધંધો?

ઉત્તર : આપના પુત્રની જન્મસમયની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેનો જન્મ શ્રાવણ વદ દસમના રોજ આર્દ્રા નક્ષત્રમાં છે. ચંદ્ર રાશિ મિથુન છે તેથી નામ રાશિ મુજબ સાચંુ છે. ઔદ્યોગિક બાબતે પ્રગતિ થવાના યોગ છે. તેની લાયકાત મુજબ કામધંધો મળી રહે તે સ્થળ કે ગામની પસંદગી કરવી જોઈએ. હાલમાં તેના માટે મધ્યમ સમય છે. ડિસેમ્બર ૨૦૨૧ પછી કામકાજમાં અનુકૂળતા વધે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સારી લેણાદેણી ગણાય.  

પ્રશ્ન : મારું નામ કેતનભાઈ (જિ. ગીર સોમનાથ) છે. જન્મતારીખ ૦૩-૦૫-૧૯૮૭ છે. સરકારી નોકરી માટે પ્રયત્નો કરવા છતાં સફ્ળતા મળી નથી. બાંધકામ ક્ષેત્રે કામ શરૃ કર્યું છે. સફ્ળતા ક્યારે મળશે?

ઉત્તર : તમારો જન્મ વૈશાખ સુદ પાંચમ ને રવિવારે આર્દ્રા નક્ષત્રમાં છે. મિથુન રાશિ સાચી છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો છે. અખાત્રીજ પછીના ત્રીજા દિવસે જન્મ છે. ઉચ્ચ અમલદાર કે મોટા ઉદ્યોગપતિની સાથે રહીને તેમના હાથ નીચે કામ કરવાથી સફ્ળતા મળી શકે. વતનની નજીકમાં ભાગ્યોદય જણાય છે. ધીમી પરંતુ મક્કમ પ્રગતિ થવાના યોગ છે. ઉંમરનાં ૩૩થી ૩૬ તથા ૪૨થી ૪૫ વર્ષનો સમય પ્રગતિસૂચક ગણી શકાય.

(૧) ઇષ્ટદેવ કે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી. (૨) આર્િથક બાબતે યોગ્ય આયોજન કરવાની સલાહ છે. બચત વધારીને સ્થાવર સંપત્તિમાં ધીમેધીમે પ્રગતિ કરી શકાય તેમ છે.

પ્રશ્ન : મારું નામ ઘનશ્યામભાઇ (જિ. જૂનાગઢ) છે. મારા ભાણેજની જન્મતારીખ ૨૩-૦૯-૧૯૮૧ છે. તેના છૂટાછેડા થયેલા છે. બીજાં લગ્ન માટે ઘણા પ્રયત્નો ચાલે છે, પરંતુ સફ્ળતા મળતી નથી. પરદેશ જવાના યોગ છે?  

ઉત્તર : આપના ભાણેજની જન્મતિથિ ભાદરવા વદ દસમ છે. જન્મતારીખ મુજબ જન્મનક્ષત્ર પુષ્ય છે. ચંદ્ર રાશિ કર્ક આવે છે તેથી હીરેન નામ રાશિ મુજબ સાચંુ છે. આર્િથક બાબતે અનુકૂળતા સારી રહે. આર્િથક તથા શૈક્ષણિક બાબતે સમકક્ષ પરિવાર હોય તો બીજી કોઇ વાતે બાંધછોડ કરવાની સલાહ છે. પરદેશ જવાના યોગ બને છે. ત્યાં સ્થાયી થવા માટે વિશેષ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. હાલમાં આગામી નવેમ્બર ૨૦૨૧થી (દિવાળી પછી) સમય સાનુકૂળ જણાય છે.  

દર રવિવારે તથા પૂનમે ઇષ્ટદેવની ભક્તિ જાતે કરવી. (૨) સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હોવ તો જનમંગલના પાઠ કરવાની સલાહ છે. (૩) વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. (૪) મોસાળ પક્ષની વ્યક્તિના સહકારથી અનુકૂળતા વધે. અવરોધ દૂર થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો