વ્યાજંકવાદનાં વમળમાં શ્રમિક યુવાનનો ભોગ લેવાયો - Sandesh
  • Home
  • Rajkot
  • વ્યાજંકવાદનાં વમળમાં શ્રમિક યુવાનનો ભોગ લેવાયો

વ્યાજંકવાદનાં વમળમાં શ્રમિક યુવાનનો ભોગ લેવાયો

 | 1:19 am IST

  • મહિલા સહિત ૩ વ્યાજંકવાદીની ધમકીથી ગભરાઈ યુવાને ઝેરી દવા પી લીધી  

રાજકોટ : શહેરમાં બેફામ બનેલા વ્યાજંકવાદનાં વમળમાં વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. મજુરી કરી પેટિયંુ રળતાં કોળી યુવાને વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજંકવાદીઓની ધમકીથી ગભરાઈને ઝેરી દવા પી મોત વ્હાલું કરી લીધું છે.  ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા શવનગરમાં રહેતા હમીર માવજીભાઈ માલકીયા નામના કોળી યુવાને બુધવારે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ પત્નીને થતાં તુરંત સારવાર માટે સિવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. પત્નીનાં જણાવ્યાં મુજબ, પતિ હમીર છૂટક મજુરી કામ કરતો હતો. દરમિયાન તેણે જગા ભરવાડ, લીલા અને રામ રજપૂત નામના શખસો પાસેથી તોતિંગ વ્યાજે નાણાં લીધા હતા. સમયસર નાણાં ભરવા છતાં ઉપરોકાત આરોપીઓ વધુ નાણાં કઢાવવા ધાક-ધમકીઓ દેતા હોય કંટાળીને આ પગલું ભર્યુ છે. મૃતકને ત્રણ સંતાન હતા. બનાવથી કોળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.