વ્યારા નગરમાં સી.સી.ટી.વી. કેમેરામાં કેદ ત્રણ સામે વિવિધ કલમ હેઠળ ગુનો - Sandesh
  • Home
  • Newspaper
  • વ્યારા નગરમાં સી.સી.ટી.વી. કેમેરામાં કેદ ત્રણ સામે વિવિધ કલમ હેઠળ ગુનો

વ્યારા નગરમાં સી.સી.ટી.વી. કેમેરામાં કેદ ત્રણ સામે વિવિધ કલમ હેઠળ ગુનો

 | 3:00 am IST

વ્યારા – વ્યારા નગરમાં લોકડાઉનના ભંગ કરતા કેટલાક શખ્સો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા જુદાજુદા ૩ કેસમાં નવ સામે ઇ.પી.કો. કલમ-૨૬૯, ૨૭૦, ૧૧૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧, ૧૩૫ તથા ધી એપિડેમિક ડિસીઝીજ એકટ ૧૮૯૭ ની કલમ-૩ મુજબ ગુના દાખલ કરવામાં આવતા નગરજનોમાં ફડફડાટ વ્યાપી ગયો છે.

નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારે લોકડાઉન જાહેર કરતા જેની અમલવારી માટે તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. જે જાહેરનામાની કડક અમલવારી કરવા તાપી જિલ્લામાં સી.સી.ટી.વી. કેમેરા તથા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરીએ આપેલ સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણીના માર્ગદર્શન હેઠળ તા. ૫-૪-૨૦૨૦ના રોજ વ્યારા ટાઉનમાં અલગ-અલગ જગ્યાએ મૂકવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાના આધારે વ્યારા ટાઉનમાં અલગ-અલગ વિસ્તારમાં બિનજરૂરી ઘરની બહાર નીકળી, જરૂરી ડિસ્ટન્સ નહીં રાખી સાથે બેસી જિંદગીને જોખમકારક કોરોના વાઇરસનો ચેપ ફેલાવા સંભવ હોય તેવી બેદરકારીભર્યુ અને દ્વેષપૂર્ણ કૃત્ય કરી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના જાહેરનામાનો ભંગ કરતા મળી આવેલા ૯ વિરુદ્ધમાં જુદાજુદા ૩ ગુનાઓ દાખલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;