વ્હેલની ઊલટીએ બનાવ્યો કરોડપતિ  - Sandesh
1.6M
1M
1.7M
APPS

વ્હેલની ઊલટીએ બનાવ્યો કરોડપતિ 

 | 3:00 am IST
  • Share

કોઈ વ્યક્તિનું નસીબ ક્યારે પલટાઈ જાય તે કોઈ નથી કહી શકતું. થાઈલેન્ડના નારોંગ ફેટચરાજ નામનો ગરીબ માછીમાર માછલીઓ પકડીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસો પહેલાં તેને સૂરત થાની પ્રાંતના નિયોમ સમુદ્રતટે એક વિચિત્ર પથ્થર જેવી વસ્તુ પાણીમાં તરતી જોવા મળી. ત્યારે તેને એવું લાગ્યું કે આ કદાચ કોઈ કીમતી વસ્તુ હોઈ શકે છે, જે સમુદ્રમાંથી બહાર આવી હોય! તેથી તેણે તરત તે વસ્તુને પાણીમાંથી બહાર કાઢી. પછી નારોંગ તે વસ્તુને પ્રિન્સ ઓફ સોંગક્લા યુનિર્વિસટીના વિશેષજ્ઞાો પાસે લઈ ગયો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે સ્પર્મ વ્હેલ માછલીની ખૂબ જ કીમતી ગણાતી ઊલટી હતી. વૈજ્ઞાાનિકો તેને અમ્બરગ્રીસના નામે ઓળખે છે. તેનું વજન આશરે 30 કિલોગ્રામ હતું. જેની કિંમત 1મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. આ વિસ્તારમાં આના પહેલાં કોઈએ ક્યારેય વ્હેલની ઊલટી (અમ્બરગ્રીસ) જોઈ નહોતી. નારોંગે જણાવ્યું કે તેને અમ્બરગ્રીસ મળ્યું પછી એક કપડામાં લપેટીને સંતાડી દીધું. તે કહે છે કે મને ખબર નહોતી કે આ શું છે, પરંતુ વિશેષજ્ઞાોએ મને અભિનંદન આપતાં કહ્યું છે કે તમે કરોડપતિ બની ગયા છો! આ અમ્બરગ્રીસ અસલી હોવાનું પ્રમાણપત્ર મને મળી ગયું છે. તેની જેટલી વધારે કિંમત મળશે જ્યાં મળશે ત્યાં તે વેચીશ ને માછીમારીનું કામ છોડી દઈશ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો