શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ ભાવનગરમાં સર્વે ટીમના નમૂના અમદાવાદ મોકલાશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ ભાવનગરમાં સર્વે ટીમના નમૂના અમદાવાદ મોકલાશે

શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ ભાવનગરમાં સર્વે ટીમના નમૂના અમદાવાદ મોકલાશે

 | 4:09 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

ભાવનગરમાં કોરોના વાઈરસના વધતા જતા કેસની સંખ્યાના લીધે રોજના ૧૦૦થી ૧૨૫ નમૂનાઓ લઈને લેબમાં પરિક્ષણ કરવા સરકાર દ્વારા આદેશ જારી કરાયો છે, ત્યારે હાલમાં જે શંકાસ્પદ કેસના નમૂના લેવામાં આવી રહ્યા છે તે નમૂનાનું પરિક્ષણ ભાવનગરમાં અને બાકીના સર્વે ટીમ દ્વારા લેવાતા નમૂનાઓનું પૃથ્થકરણ અમદાવાદ ખાતેની લેબમાં થશે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસ વાળા વિસ્તારો બ્લોક કરી દેવાયા છે, કલસ્ટર ઝોનમાં ફેરવી નાખીને સંઘન સર્વે હાથ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રોજના ૧૦૦થી વધુ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, આવા સંજોગોમાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં બે મશીન છે, જેમાં એકની ક્ષમતા ૮૦ નમૂના એક સાથે પૃથ્થકરણ થઈ શકે તેટલી ક્ષમતા છે, જે મશીન પાંચ દિવસ પૂર્વે ભાવનગરમાં આવ્યું છે. આ સિવાય એક મશીન ઉપલબ્ધ હતુ, તેની ક્ષમતા ૨૨ નમૂના ટેસ્ટ કરવાની હતી.

આ સિવાય હજુ પણ એક મશીન આવી રહ્યું છે, જેથી નમૂના ટેસ્ટની ક્ષમતા ભાવનગરમાં વધી જાશે, તેમ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું, તેઓએ કહ્યું હતુ કે, સર ટી. હોસ્પિટલમાં ઈન્ડોર થતા દર્દીઓના નમૂનાનો ટેસ્ટ ભાવનગરમાં જ કરાશે, આ સિવાય સર્વે ટીમ દ્વારા રોજ નમૂના લેવામાં આવી રહ્યા છે, તે નમૂના અમદાવાદ લેબમાં મોકલવામાં આવશે. જે બીજા દિવસે ત્યાંથી ભાવનગર આવશે.

આમ, ભાવનગરમાં નમૂનાઓ લેવાનું પ્રમાણ વધાર્યું છે, જેથી સામે લેબની ક્ષમતામાં પણ વધારો થશે. ભાવનગર અને અમદાવાદ બે જગ્યાએ ભાવનગરના નમૂનાઓનું પૃથ્થકરણ થશે. આજે પ્રથમ વખત અમદાવાદ ખાતે નમૂના મોકલવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર મકવાણાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;