શકીરા અને તેના દીકરા ઉપર જંગલી સૂવરે હુમલો કર્યો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શકીરા અને તેના દીકરા ઉપર જંગલી સૂવરે હુમલો કર્યો  

શકીરા અને તેના દીકરા ઉપર જંગલી સૂવરે હુમલો કર્યો  

 | 3:00 am IST
  • Share

હોલિવૂડની પ્રસિદ્ધ સિંગર શકીરા ઘણાં સમયથી ચર્ચામાં નથી આવી. તે હાલ સક્રીય નથી. શકીરાનું કહેવું છે કે હું હાલ મારા પરિવાર સાથે સમય પસાર કરી રહી છું. હાલ મારી પહેલી પ્રાયોરિટી મારો પરિવાર એટલે કે મારાં બાળકો છે. હું તેમની સાથે જેટલો બને તેટલો વધારે સમય પસાર કરવા માંગું છું. જોકે શકીરા કામ પણ કરી રહી છે પણ બહુ ઓછું. તાજેતરમાં તે ફરી ચર્ચામાં આવી હતી, બન્યું એવું કે શકીરા તેના આઠ વર્ષના દીકરાને બાર્સેલોનાના ગાર્ડનમાં ફરવા લઇ ગઇ હતી. તે લોકો પાર્કમાં ખૂબ શાંતિથી ફરી રહ્યાં હતાં. ત્યાં અચાનક જંગલી સૂવરોએ (જંગલી ભૂંડ) આવીને શકીરા અને તેના દીકરા ઉપર હુમલો કર્યો હતો. વાત એવી બની કે શકીરા તેના દીકરાના ફોટા પાડી રહી હતી ત્યારે જંગલી સૂવરોએ તેની પર હુમલો કર્યો હતો, તેઓ શકીરાની બેગ લઈ જવા માંગતાં હતાં. તેમણે શકીરાના બેગને મોઢામાં લઈને ફાડવાનો પ્રયત્ન કર્યો હતો. બેગમાં રહેલી શકીરાની વસ્તુ નીચે પડી ગઇ હતી. નસીબદાર કે શકીરા અને તેના દીકરાને તેમણે કાંઈ નહોતું કર્યું, તે લોકો બચી ગયાં હતાં. શકીરા કહે છે કે બહુ જ ડરામણો અનુભવ હતો, મને મારા દીકરાની ચિંતા હતી, રખેને તે લોકોએ મારા દીકરા ઉપર હુમલો કર્યો હોત તો શું થાત? ખેર, હાલ બંને સેફ છે.  

પણ બંને ઘણાં ડરી ગયાં છે. શકીરાએ આ સમાચાર સોશિયલ મીડિયા ઉપર લાઇવ કરીને તેના ફેન્સને આપ્યા હતા.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો