શક્તિ અને સામર્થ્ય માટે શ્રોષ્ઠ છે માગશર માસ   - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • શક્તિ અને સામર્થ્ય માટે શ્રોષ્ઠ છે માગશર માસ  

શક્તિ અને સામર્થ્ય માટે શ્રોષ્ઠ છે માગશર માસ  

 | 4:47 am IST
  • Share

માગશર માસના આરંભે વહેલી સવારે પવિત્ર જળથી સ્નાન કરી કુળદેવી માતાજીનું સ્મરણ કરવું જોઈએ

શ્રાીમદ્ ભગવદ ગીતાના અધ્યાય 10, શ્લોક – 35માં ભગવાન શ્રાીકૃષ્ણ જણાવે છે કે ‘મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત હું છું.’ આ મંગલમય શ્લોકનું ગાન કરીને ભગવાને માગશર માસનો મહિમા ગાયો છે. માગશર માસનું મહત્ત્વ ખગોળ અને જ્યોતિષની દૃષ્ટિએ પણ વિશેષ છે તે વાત બહુ ઓછા લોકો જાણે છે.

કાર્તિકી સંવત્સરના બાર માસ કારતક, માગશર, પોષ વગેરેમાં માગશર બીજા ક્રમાંકે આવે છે. કુંડળીનાં બાર સ્થાનોમાં કારતક, માગશર, પોષથી માંડીને આસો સુધીના બાર મહિના ગોઠવીએ તો માગશર માસ બીજા ધનભુવનમાં સમાય છે. અહીં ધન શબ્દ માત્ર ચલણી નાણાંના અર્થમાં નથી, પણ એથી વિશેષ વિદ્યાધન, બુદ્ધિ ધન, પશુધન જેવા વિશાળ અર્થમાં છે.

સાહિત્ય જગતમાં પણ માગશર માસની લાંબી રાતનો પ્રભાવ ઘણાં સ્થળે જોવા મળે છે. માગશર માસનું રખેવાળ નક્ષત્ર મૃગશીર્ષ છે. આ માસની રાત્રિના સમયે આકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર તથા તેની આજુબાજુનાં નક્ષત્ર કૃતિકાનું ઝૂમખું, રોહિણી શકટ (ગાડલી), આર્દ્રાનો તેજસ્વી તારો, વ્યાધનો તેજસ્વી તારો, પુનર્વસુની હોડી, મઘાની દાતરડી, વગેરે તારકસમૂહો સ્પષ્ટ અને સારી રીતે જોઇ શકાય છે. સંવત્સર ચક્રમાં માગશર, ચૈત્ર અને શ્રાાવણ માસનો ત્રિકોણ રચાય છે. આ ત્રિકોણમાં બનતા વિવિધ ખગોળીય યોગો હવામાન, કૃષિબજાર, તેજી-મંદી, આરોગ્યશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વના બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ગૂઢ બાબતોનો અભ્યાસ કરવા માટે માત્ર પોથીપંડિત બનવાને બદલે ખુલ્લા આકાશ નીચે વહેલી સવારે મનન અને ચિંતન કરવાની વૃત્તિ વિકસાવીને મહાવરો કરવો જોઇએ. આ મહાવરાથી અંતરનાં દ્વાર ઊઘડે છે. ભક્તકવિ નરસિંહ મહેતા પણ ગાય છે કે… ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું એક તું એક તું શ્રાીહરિ.’

આપણે શક્તિ અને સામર્થ્ય મેળવવા માટે વિશેષ ઉપયોગી માગશર માસના મંગલકારી દિવસો અંગે જાણકારી મેળવીએ. આ પવિત્ર દિવસોએ જણાવેલાં વિધિવિધાન કરવાથી સારી સફ્ળતા મળે છે. આર્થિક ભીડમાં તથા આરોગ્ય સંબંધી તકલીફેમાં રાહત રહે છે. વ્યવસાય, નોકરીમાં આવતા અવરોધ હળવા બને છે. પોતાના કાર્યક્ષેત્રમાં અન્યાય થયો હોય તો યોગ્ય ન્યાય મળે છે. માન-મોભો વધે છે. સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા મળે છે.

(1) માગશર માસના આરંભે વહેલી સવારે પવિત્ર જળથી સ્નાન કરી કુળદેવી માતાજીનું સ્મરણ કરીને દિવસે મહાલક્ષ્મીનું યથાયોગ્ય સ્મરણ કરવું. શુદ્ધ, સાત્ત્વિક ભોજન કરવું. સાંજે પિૃમ દિશામાં નૂતન ચંદ્રનાં દર્શન કરવાં. આ ચંદ્ર થોડી ક્ષણો માટે જ હોય છે. શક્ય હોય તો સૂર્યાસ્તના સમયે સ્નાન કરી દર્શન કરતી વખતે શિવ-પાર્વતીનું સ્મરણ કરવું. નોકરી-ધંધાના સ્થળે ઘરથી દૂર હોઇએ તો સાંજે સ્નાન કરવું ફ્રજિયાત નથી. તા. 08 ડિસેમ્બર ને રવિવારે નૂતન ચંદ્રદર્શન થશે.

(2) માગશર સુદ-6થી વદ-11 સુધી 21 દિવસનું અન્નપૂર્ણા વ્રત હોય છે. આ ત્રણ સપ્તાહ દરમિયાન અન્નપૂર્ણા માતાજીનું સ્મરણ કરવાથી જીવનમાં તન- મન- ધનથી પુષ્ટિ મળે છે. શ્રાીમદ્ આદ્ય શંકરાચાર્યજીએ પણ અન્નપૂર્ણા માતાની સુંદર સ્તુતિ કરી છે તેનો પાઠ કરવાની સલાહ છે.

(3) માગશર સુદ-7 ને શુક્રવાર તા. 10 ડિસેમ્બરે મિત્ર સપ્તમી છે. આ દિવસે સૂર્યનારાયણની વિશેષ ભક્તિ કરવી. સૂર્યની વિવિધ સ્તુતિ તથા આદિત્ય હ્ય્દયનો પાઠ કરવાથી આરોગ્ય બાબતે શુભ ફ્ળ મળે છે. આયુર્વેદના જાણકાર મહાનુભાવોનું મંતવ્ય છે કે જૂનાં અને હઠીલાં દર્દોની સારવાર માટે સૂર્ય સપ્તમી (મિત્ર સપ્તમી)ના દિવસનો ઉપયોગ કરવો જોઈએ.

(4) માગશર સુદ-8, શનિવાર તા. 11 ડિસેમ્બરે દુર્ગાષ્ટમી છે. આ પવિત્ર દિવસે દુર્ગા સ્વરૂપ દેવીની ભક્તિ કરવી. શુદ્ધ ઉચ્ચાર સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ થાય તો ઉત્તમ. ખીર (દૂધ-ચોખાની વાનગી) સાથે સાત્ત્વિક ભોજન એક ટંક જમવું. સાંજે આઠમનો અર્ધો ચંદ્ર મધ્ય આકાશમાં દેખાય ત્યારે મહાલક્ષ્મીના મંત્રો કરવા. ક્યારેક અમુક સ્થળે વાદળછાયા વાતાવરણમાં ચંદ્ર ન દેખાય તો સૂર્યાસ્ત પછીની એકાદ બે ઘડી (24થી 48 મિનિટ) દરમિયાન ચંદ્રનાં દર્શનની ભાવના કરીને મંત્ર કરવા.

(5) માગશર સુદ-11, મંગળવાર તા. 14 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ દિવસે શ્રાીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી વિવિધ અવરોધ સામે ટકી રહેવાનું બળ મળે છે. ઓછુ ભણેલાં ભાઇ-બહેનો સંસ્કૃત શ્લોકના ઉચ્ચારમાં તકલીફ્ અનુભવતાં હોય તો ગુજરાતીમાં પાઠ કરી શકે છે.

(6) આ માસમાં પૂનમ પછી ત્રીજા દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવે છે. તે દરમિયાન નાની બચત કે દ્રવ્ય સંચય કરવાથી સારો લાભ થાય છે. અભ્યાસમાં કે સાધના- આરાધનામાં અવરોધ આવતો હોય તો પુષ્ય નક્ષત્રમાં મહાવરો કરવાથી સત્વરે સફ્ળતા મળે છે. શક્ય હોય તો સોના ચાંદી- ઝવેરાતની ખરીદી કરી શકાય.

(7) અંતે માગશર માસનો ખાસ સંદેશ છે કે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોવાથી તુલસીના છોડના જતન તથા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો. પોતાના આરોગ્યની જાળવણી માટે તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારે કરવો.

          – ભૂપેન્દ્ર ધોળકિયા                  

હ્વરેૅીહઙ્ઘટ્વિઙ્ઘર્રઙ્મટ્વૌઅટ્વ61જ્રખ્તદ્બટ્વૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો