શનિવારે કોરોનાએ રેલવેના નિવૃત્ત અધિકારી સહિત ૨૧નો ભોગ લીધો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શનિવારે કોરોનાએ રેલવેના નિવૃત્ત અધિકારી સહિત ૨૧નો ભોગ લીધો

શનિવારે કોરોનાએ રેલવેના નિવૃત્ત અધિકારી સહિત ૨૧નો ભોગ લીધો

 | 2:43 am IST

કોરોના પોઝિટિવથી ૩ અને શંકાસ્પદ કોરોનાથી વધુ ૧૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો

કોરોના બેકાબૂ, દર્દીઓના મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો

દિન-પ્રતિદિન કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી હોવાનું ચિત્ર

ા વડોદરા ા

રેલવે મેઈલ ર્સિવસના નિવૃત અધિકારી સહિત ૩ દર્દીઓના આજે શનિવારે કોરોનામાં મોત થયુ હતુ. જ્યારે શંકાસ્પદ કોરોનામાં ૧૮ દર્દીઓનુ મોત થયુ હતુ. જે સાથે આજે કુલ ૨૧ દર્દીઓ મોતને ભેટયા હતા. શહેરમાં કોેેરોનામાં મોત સતત વધી રહ્યાં છે. રોજેરોજ દર્દીઓનો મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધતા વડોદરામાં પરિસ્થિતિ ગંભીર બની હોેેવાનુ ચિત્ર સ્પષ્ટ દેેખાય છે. જોકે, ડેથ ઓડિટ થયા બાદ તંત્ર દ્વારા સત્તાવાર મોત અંગેની જાહેરાત કરાશે.

શહેરના ગોત્રીના નારાયણ ગાર્ડન રોડ પર આવેલ નંદિશ પેલેસ ખાતે રહેતા ૬૮ વર્ષના વૃદ્ધ અગાઉ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે મેઈલ ર્સિવસમાં ક્લાસ-૨ આફિસર તરીકે નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓ ઘરે જ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેથી તેમને ટ્રાયકલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે બેડ ખાલી નહીં હોેવાથી તેમને સવિતા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેેમેને ગઈ તા. ૬ઠ્ઠીના રોજ દાખલ કરાયા હતા. તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવાતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર ચાલતી હતી. તે દરમિયાન તેમનુ મોત થયુ હતુ. જ્યારે શહેરના સુભાનપુરા વિસ્તરાના પંચરત્ન એપાર્ટમેન્ટ પાછળ આવેલ ગોકકુલેશ રેસિડેન્સી ફ્લેટમાં રહેતા ૭૬ વર્ષના વૃદ્ધની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતુ.

આ સિવાય ડભોઈ નવી પોલીસ લાઈનની પાછળ રાણાવાસ ખાતે રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ ખેતીકામ કરતા હતા. તેમને પહેલાથી બ્લડ પ્રેશરની તકલીફ હતી. એવામાં શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને સયાજી હોસ્પિટલમાં ખાતે દાખલ કરાયા હતા. જ્યાં કોરોનાનો ટેસ્ટ કરાતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનુ મોત થયુુ હતુ.

તે ઉપરાંત, વિવિધ કોવિડ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેતા દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. જેમાં માંડવીની સયાજી હાઈસ્કલ પાસેની ઘડિયાળી પોળ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધનુ સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનામાં મોત થયુ હતુ.

જ્યારે માંજલપુરની શ્રીજીધામ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષના વૃદ્ધનુ ગોત્રી હોસ્પિટલમાં, હરણી રોડની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના વૃદ્ધનુ ન્યૂવીઆઈપી રોડ પર આવેલી પ્રાણાયમ હોસ્પિટલમાં, ભરૃચના રૃપમ નગરમાં રહેતા ૪૦ વર્ષના આધેડનુ પ્રણાયમ હોસ્પિટલમાં, તરસાલીના મોતીનગરમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધનુ ગોત્રી હોસ્પિટલમાં, પાદરાના વડુ ગામની મોટી ખડકીમાં રહેતા ૫૪ વર્ષના આધેડનુ ગોત્રી હોસ્પિટલમાં, ભરૃચના જવાહરનગર ખાતે રહેતા ૪૫ વર્ષના આધેડનુ ગોત્રી હોસ્પિલમાં, સયાજીગંજ ખાતે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધનુ સયાજી હોસ્પિટલમાં, બોડેલીની શ્યામકુંજ સોસાયટીમાં રહેતા ૭૪ વર્ષના વૃદ્ધનુ ગોત્રી હોસ્પિટલમાં, રાજપીપળા ખાતે રહેતા ૫૪ વર્ષના આધેડનુ ગોત્રી હોસ્પિટલમાં, હાલોલ ખાતે રહેેતેા ૪૧ વર્ષના આધેડનુ ગોત્રી હોસ્પિટલમાં મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;