શરદપૂર્ણિમા : જ્યારે મહારાસલીલા થઈ હતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • શરદપૂર્ણિમા : જ્યારે મહારાસલીલા થઈ હતી

શરદપૂર્ણિમા : જ્યારે મહારાસલીલા થઈ હતી

 | 3:00 am IST
  • Share

શરદર્પૂિણમાની રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી

વર્ષમાં કુલ બાર ર્પૂિણમાઓ આવે છે. ર્પૂિણમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. વિદ્વાનોના મતાનુસાર વર્ષની બધી જ ર્પૂિણમાઓમાં આસો માસની ર્પૂિણમા શ્રેષ્ઠ હોય છે. આ ર્પૂિણમા શરદ ઋતુમાં આવતી હોવાને કારણે તેને શરદર્પૂિણમા પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાાન અશ્વિનીકુમારોએ જ આપ્યું હતું. આ જ જ્ઞાાન આજે હજારો વર્ષો પછી પણ આપણી પાસે સચવાયેલું છે. અશ્વિનીકુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ ચંદ્રમા અમૃતના સ્ત્રોત છે. તેને કારણે એવું માનવામાં આવે છે કે શરદર્પૂિણમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે. તેથી જ શરદર્પૂિણમાએ રાત્રે ગાયના દૂધમાંથી બનાવેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. શરદર્પૂિણમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે. તેથી ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાનાં અમૃત બુંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદર્પૂિણમાના ચંદ્રપ્રકાશના ઔષધીય ગુણોના મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.

શરદર્પૂિણમા શ્રીકૃષ્ણની રાસલીલા સાથે જોડાયેલી છે. શરદર્પૂિણમાની રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે વૃંદાવનના વંશીવટ ક્ષેત્રમાં આવેલા યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી. યોગમાયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક-એક કૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસલીલા કરી. જેમાં ભગવાન શિવજી પણ ગોપીનું રૂપ ધારણ કરીને આ લીલા જોવા આવ્યા હતા. ત્યારથી જ ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા શ્રીકૃષ્ણનું નામ રાસેશ્વર શ્રીકૃષ્ણ પડયું. રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમસંદેશ છે. આ રાસલીલાનો અર્થ અધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસલીલાનું જ એક રૂપ છે. 

ભગવાન શ્રીકૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી આપ્યો છે. રાસલીલા દરેક ગોપીનો શ્રીકૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ જ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદર્પૂિણમાએ આજેય રાસલીલા અને શ્રીકૃષ્ણ લીલાઓનું આયોજન થાય છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની રાસલીલામાં તેમના પરમભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલનો અગ્નિ ધીરે ધીરે તેમના હાથે પહોંચ્યો અને તેમનો અડધો હાથ બળી ગયો તેનું પણ તેમને ભાન ન રહ્યું. 

શરદપૂર્ણિમાની કથા                                 

એક શાહુકારને બે પુત્રીઓ હતી. બંને પુત્રીઓ શરદર્પૂિણમાનું વ્રત રાખતી હતી. મોટી પુત્રી વિધિવિધાનપૂર્વક વ્રત કરતી હતી. જ્યારે નાની પુત્રી વ્રત અધૂરું રાખતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે નાની પુત્રીનું સંતાન જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું હતું. જ્યારે વિદ્વાન પંડિતોને આમ થવાનું કારણ પૂછવામાં આવ્યું તો બધાએ કહ્યું કે, તું ર્પૂિણમાનું વ્રત અધૂરું કરતી હતી, તેને કારણે તારાં સંતાનો જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. શરદર્પૂિણમાનું વ્રત વિધિપૂર્વક સંપૂર્ણ રીતે કરવામાં આવે તો તારાં સંતાનો જીવતાં રહી શકે. તેણે પંડિતોની સલાહ પ્રમાણે શરદર્પૂિણમાનું વ્રત સંપૂર્ણ વિધિવિધાનપૂર્વક કર્યું અને તેને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો, પરંતુ થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો.

દુઃખી હૃદયે તેણે તેના પુત્રને લાકડાના પાટલા પર સુવડાવ્યો અને તેના પર કપડું ઢાંકી દીધું, પછી મોટી બહેનને બોલાવીને તેને બેસવા માટે તે પાટલો આપ્યો. મોટી બહેન જ્યારે પાટલા પર બેસવા ગઈ ત્યારે તેનાં વસ્ત્રોનો સ્પર્શ બાળકના શરીરને થયો અને તરત જ બાળક રડવા લાગ્યું. આ જોઈને મોટી બહેને કહ્યું, ‘તું મને કલંક લગાડવા માંગતી હતી. મારા બેસવાથી આ બાળક મૃત્યુ પામત.આ સાંભળી નાની બહેને કહ્યું, ‘આ બાળક તો પહેલેથી મૃત્યુ પામેલું હતું, પણ તમારાં ભાગ્ય અને પુણ્યફ્ળના પ્રતાપે તેને નવું જીવન મળ્યું છે.ત્યારબાદ તેણે નગરમાં શરદરર્પૂિણમાનું સંપૂર્ણ વ્રત કરવાનો ઢંઢેરો પિટાવ્યો. ત્યારથી શરદર્પૂિણમાનું વ્રત કરવાનું લોકોએ શરૂ કર્યું.           

મહાલક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવાનો અવસર

  શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ધનનાં દેવી લક્ષ્મીમાતાના કોજાગ્રત વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદર્પૂિણમાની રાત્રે લક્ષ્મીજીની ર્મૂિતની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના સો દીવા પ્રગટાવવા જોઈએ. શરદર્પૂિણમાના દિવસે મધ્યરાત્રિએ જ્યારે ચંદ્ર સોળે કળાએ ખિલ્યો હોય ત્યારે મહાલક્ષ્મી પોતાનાં કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને વ્રત-જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદર્પૂિણમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મી અને ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો