શહીદ થવું છે, તમારી સાથે વાત થયા પછી, બુરહાને સઈદને કહ્યું - Sandesh
  • Home
  • World
  • શહીદ થવું છે, તમારી સાથે વાત થયા પછી, બુરહાને સઈદને કહ્યું

શહીદ થવું છે, તમારી સાથે વાત થયા પછી, બુરહાને સઈદને કહ્યું

 | 12:43 pm IST

આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના વડા હાફીઝ સઈદે છડેચોક જણાવ્યું હતું કે એન્કાઉન્ટર અગાઉ બુરહાન વાનીએ તેની સાથે ફોન પર વાત કરી હતી. બુરહાને વાતચીતમાં તેને કહ્યું હતું કે તમારી સાથે વાત કરવાની મારા જીવનની મનોકામના હતી. હવે મારી મનોકામના પૂરી થઈ છે. હવે ફક્ત શહાદતની પ્રતીક્ષા કરું છું.

સઈદે કહ્યું હતું કે વાતચીતના થોડા દિવસ પછી જ બુરહાન મૃત્યુ પામ્યો હોવાના સમાચાર સાંભળવા મળ્યા હતાં. અલ્લાહએ તેની શહાદતનો સ્વીકાર કર્યો છે.

કાશ્મીર ખીણમાં ફરી હિંસા ભડકાવવા સઈદે પાકિસ્તાનમાં મગંળવારે કાશ્મીર કારવાંનું આયોજન કર્યું હતું. સઈદે કહ્યું હતું કે બુરહાને તેની સાથે ભારતીય સેનાને પહોંચી વળતા તથા તેને પરાસ્ત કરવા વિશે ચર્ચા કરી હતી.

દરમિયાન ભારતની સુરક્ષા એજન્સીઓએ બુરહાનના કોલ રેકોર્ડની ચકાસણી કરી હતી. આ ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે બુરહાને એન્કાઉન્ટર અગાઉ પાકિસ્તાનમાં અનેક કોલ કર્યા હતાં. આ પૈકી કોઈ નંબર હાફીઝ સઈદનો હોઈ શકે છે.

 ઉલ્લેખનીય છે કે બુહરાનના મોત બદલ પાકિસ્તાનમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તમામ સરકારી કર્મચારીઓને કાળી પટ્ટી પહેરવાની તાકીદ કરાઈ છે.