શહેરનાં ત્રણ બાળકો સહિત ૨૨ દર્દીઓને સિઝનલ ફલૂ - Sandesh
  • Home
  • Baroda
  • શહેરનાં ત્રણ બાળકો સહિત ૨૨ દર્દીઓને સિઝનલ ફલૂ

શહેરનાં ત્રણ બાળકો સહિત ૨૨ દર્દીઓને સિઝનલ ફલૂ

 | 3:48 am IST

ઉતરતી ઠંડીની ઋતુમાં વધતું પ્રમાણ ચિંતાજનક

શહેરના ૧૫, જિલ્લાના ૦૪ મહીસાગર,ખેડાના ૦૩ દર્દીઓ

ા વડોદરા ા

શહેરના ત્રણ બાળકો સહિત ૨૨ દર્દીઓ સિઝનલ ફલૂની ઝપટમાં આવી ગયા છે.જેમાં વડોદરા જિલ્લાના ૦૪, મહિસાગર ,ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના ૦૩ દર્દીઓનો સમાવેશ થાય છે.આ દર્દીઓ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છ ે.

શહેરની સયાજી હોસ્પિટલ સ્થિત સ્વાઇન ફલૂ લેબોરેટરીમાં આજે તપાસ અર્થે ૪૧ સેમ્પલ આવ્યા હતા. જેમાં ૨૨ના રિપોર્ટ પોઝિટવ આવ્યા હતા. જેમાં શહેરના વારસીયા વિસ્તારના ૫૩ વર્ષના પ્રૌઢ, સમાની ૮૦ વર્ષની વૃદ્ધા, સુભાના પુરાના ૬૫ વર્ષના વૃધ્ધ, નવીધરતીની સાત વર્ષની બાળકી, એકતાનગરનો ૧૪ વર્ષનો કિશોર, ગોરવાનો ૫૪ વર્ષનો પ્રૌઢ, રામદેવનગરની ૪૦ વર્ષની મહિલા, માંજલપુરના ૭૨ વર્ષનો વૃધ્ધ, જયુબીલી બાગનો ૩૫ વર્ષનો યુવાન, વડસરની ૦૪ વર્ષની બાળકી,ગોત્રીનો ૬૪ વર્ષનો, સમાની ૫૬ વર્ષની મહિલા, તરસાલીના ૮૩ વર્ષના વૃધ્ધ, ગાજરાવાડીના ૭૩ વર્ષના વૃધ્ધ, અને તાંદલજાના ૦૪ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. જયારે વ ડોદરા જિલ્લાના૪૮ વર્ષના યુવાન,૩૩ વર્ષની મહિલા,ડભોઇના ૫૯ વર્ષના પ્રૌઢ અને ૮૦ વર્ષની વૃધ્ધાનો સમાવેશ થાય છે. જયારે ખેડા જિલ્લાના કપડવંજના ૬૮ વર્ષના વૃધ્ધનો મહિસાગર જિલ્લાના લુણાવાડાના ૬૧ વર્ષનો વૃધ્ધ, અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના ૫૭ વર્ષના પ્રૌઢનો પણ સમાવેશ થાય છે.

વડોદરા શહેરમાં આ સાથે સિઝનલ ફલૂના કુલ દર્દીઓની સંખ્યા ૨૧૧ ઊપર પહોંચી છે. જે પૈકી ૧૪૧ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જયારે ૫૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ ૧૨ દર્દીઓના મોત નિપજયા છે. વડોદરા જિલ્લામાં આ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૪૨ ઉપર પહોંચી છે જેમાં ૨૦ દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ ૦૬ દર્દીઓના મોત નિપજયા છે. જયારે છોટાઉદેપુરમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨ ઉપર પહોંચી છે જયારે ૦૫ દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જયારે હાલ ૦૬ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ૦૧ દર્દીનું મોત નિપજયુ છે.

જિલ્લાના એક ધારાસભ્ય સિઝનલ ફલૂની લપેટમાં

શહેર-જિલ્લા સહિત મધ્યગુજરાતમાં સિઝનલ ફલૂના દર્દીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. વિતેલા ૪૮ દિવસમાં વડોદરા શહેર જિલ્લામાં ૨૫૩ દર્દીઓ સિઝનલના નોધાયા છે જયારે ૧૮ દર્દીઓના મોત નિપજયા છે. સિઝનલ ફલૂની ઝપટમાં વડોદરા જિલ્લાના એક ધારાસભ્ય પણ આવી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;