શહેરના કાળીયાબીડમાં દબાણ હટાવી રોડ બનાવવાનું કામ શરૃ - Sandesh
  • Home
  • Bhavnagar
  • શહેરના કાળીયાબીડમાં દબાણ હટાવી રોડ બનાવવાનું કામ શરૃ

શહેરના કાળીયાબીડમાં દબાણ હટાવી રોડ બનાવવાનું કામ શરૃ

 | 1:37 am IST

ા ભાવનગર ા

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં વિકટોરીયા પાર્ક પાસેથી રાજાશાહી વખતનુ જુના મકાનનુ દબાણ હટાવી મહાપાલિકાએ રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે પરંતુ હજુ વન વિભાગના ત્રણ કર્વાટર હટે તો જ રોડ ખુલ્લો થશે તેમ જાણવા મળેલ છે.

શહેરના કાળીયાબીડની પાણીની ટાંકી પાસેના રોડનો વિવાદ વર્ષાેથી ચાલતો હતો. આ રોડ બનાવવા માટે રાજાશાહી વખતનુ એક મકાન હટાવવુ જરૃરી હતી, જેનો કેસ કોર્ટમાં ચાલતો હતો પરંતુ આ કેસમાં સમાધાન થતા ગઈકાલે શુક્રવારે મહાપાલિકાની દબાણ હટાવ ટીમે મકાનનુ દબાણ હટાવી દીધુ હતું. મકાનનુ દબાણ હટતા રોડ વિભાગે રોડની કામગીરી શરૃ કરી દીધી હતી. આજે શનિવારે પણ રોડની કામગીરી પુરજોશમાં શરૃ હતી.

આ અંગે રોડ વિભાગના અધિકારી એમ.ડી.મકવાણાને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, વિરાણી સર્કલથી જેવો રોડ છે તેવો જ રોડ બનશે પરંતુ હાલ કાચો રોડ બનશે. ડામર રોડ આગામી દિવસોમાં બનાવવામાં આવશે. વન વિભાગના કર્વાટર સુધી રોડ બનાવવાની કામગીરી શરૃ છે અને આગામી બે-ત્રણ દિવસમાં રોડ બની જશે.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગના ત્રણ કર્વાટર હજુ યથાવત છે અને આ કર્વાટર હટાવવા માટે વન વિભાગની પરમીશન લેવી જરૃરી છે. આ કર્વાટર હટાવવા માટે વન વિભાગ પરમીશન આપશે તો જ રોડ ખુલ્લો થશે નહી તો રોડનુ કામ અધરૃ રહેશે તેમ સુત્રોએ જણાવેલ છે.