શહેરના બિઝનેસ સેન્ટરના ર્પાિંકગમાંથી ચોરેલાં ચાર બાઈક સાથેે તસ્કર ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • શહેરના બિઝનેસ સેન્ટરના ર્પાિંકગમાંથી ચોરેલાં ચાર બાઈક સાથેે તસ્કર ઝડપાયો

શહેરના બિઝનેસ સેન્ટરના ર્પાિંકગમાંથી ચોરેલાં ચાર બાઈક સાથેે તસ્કર ઝડપાયો

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેરના ઘોઘાગેટ બિઝનેસ સેન્ટરમાંથી પાંચ માસ દરમિયાન ચોરેલ ચાર મોટર સાયકલ સાથે વાહનચોરને તેના ઘરેથી ઝડપી લીધો હતો.

બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ્ને બાતમીરાહે હકિકત મળી હતી કે,રોહિત ઉફ્ર્ે ભાયો રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે. પ્લોટ નં. ૫૬૦૯,નિલકંઠનગર,ગાયત્રીનગર,ભાવનગર)એ તેનાં રહેણાંક મકાને અલગ-અલગ કંપનીઓનાં મોટર સાયકલસ્કુટર રાખ્યા છે.જે તમામ ચોરાઉ હોવાની શંકા છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડયો હતો. અને ઉક્ત શખસને ઝડપી લીધો હતો. જયારે, સ્થળ પરથી ચાર મોટર સાયકલ મળતાં તેની પૂછપરછ કરતાં તેનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી સર્ચ કરતાંઉક્ત તમામ મોટર સાયકલ અલગ-અલગ નામ નોંધાયેલાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચારેય મોટર સાયકલને શક પડતી મીલ્કત રૃ.૧.૪૦ લાખ ગણી સી.આર.પી.સી કલમ૧૦૨ મુજબ કબ્જે કર્યા હતા. જયારે, ઝડપાયેલાં ઈસમે ઉક્ત તમામ મોટર સાયકલ પાંચેક માસ દરમિયાન ઘોઘાગેઇટ પોલીસ ચોકી સામે આવેલ બીઝનેસ સેન્ટરના પાર્કીગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ઝડપાયેલાં વાહન ચોર વિરૃદ્વ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસર કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;