શહેરના ૫૭ એકમો પાસેથી ૩૦ કિલો પાન-માવાનું પ્લાસ્ટિક જપ્ત - Sandesh
  • Home
  • Bhavnagar
  • શહેરના ૫૭ એકમો પાસેથી ૩૦ કિલો પાન-માવાનું પ્લાસ્ટિક જપ્ત

શહેરના ૫૭ એકમો પાસેથી ૩૦ કિલો પાન-માવાનું પ્લાસ્ટિક જપ્ત

 | 3:06 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર શહેરમાં ૫૦ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ વપરાશ અને વેચાણ થઈ રહ્યુ છે, મહાનગર પાલિકા દ્વારા આજે તમામ વોર્ડમાં ડ્રાઈવ રાખીને ચેકિંગ કરવામાં આવતા ૫૭ એકમો ઝપટે ચડી ગયા હતા. મતલબ કે હજુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર કોઈ રોક લાગી નથી.!!

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આજે શુક્રવારે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ ચેકિંગ દરમિયાન ૫૭ પાન માવાના ગલ્લા ધારકો અને હોલસેલરો તથા રિટેલર એકમો ઝડપાયા હતા.

તંત્ર દ્વારા ૩૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી લેવામાં આવ્યુ હતું, તેમજ પ્રતીબંધ હોવા છતા પ્લાસ્ટિકના વેચાણથી નિયમ ભંગ કરતા યુનિટો – એકમોને રૃપિયા ૨૬,૦૦૦ની પેનલ્ટી ફટકારીને વસુલાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;