શહેરની જાણીતી છતાં 'અજાણ' વાવ, વણખેડાયેલા વારસાની એક સફર - Sandesh
  • Home
  • Ahmedabad
  • શહેરની જાણીતી છતાં ‘અજાણ’ વાવ, વણખેડાયેલા વારસાની એક સફર

શહેરની જાણીતી છતાં ‘અજાણ’ વાવ, વણખેડાયેલા વારસાની એક સફર

 | 4:51 am IST
  • Share

હેરિટેજ વીક : શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વાવ છતાં નાગરિકો તેનાથી અજાણ

સરસપુર, રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં આવેલી કેટલીક વાવમાં મંદિર બની ગયા છે

શહેરના હેરિટેજ ઈમારતો, પૌરાણિક સ્મારકો અને વાવોને કારણે અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ  પ્રાપ્ત થયું હતું. જે બાદ હેરિટેજ સિટીના મુલાકાતે આવતા પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે પરંતુ પૂર્વના વિસ્તારોમાં આવેલી કેટલીક વાવ જેના વિશે હજુ પણ શહેરીજનો અજાણ છે.

અમદાવાદ હેરિટેજ સિટીમાં 20 વાવનો સમાવેશ કરાયો છે, જે કદાચ ઘણાં શહેરીજનોએ નહીં જોઈ હોય. જોકે વાંક આપનો એકલાનો નથી. અમદાવાદ હેરિટેજ સિટી બની ચૂક્યુ છે, વારસો સચવાઈ પણ રહ્યો છે સાથે લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે. અમદાવાદની વાવ પણ આપણો એવો જ એક વારસો છે, જે કદાચ વણખેડાયેલો છે. આજે જાણીશું અમદાવાદની કેટલીક વાવ વિશે. શું ખબર કદાચ એકાદી વાવ તમારા ઘરની આસપાસે પણ હોઈ શકે છે. પૂર્વના સરસપુર, રખિયાલ, બાપુનગર વિસ્તારમાં કેટલીક વાવો આવેલી છે. જેમાં મંદિરો પણ બની ગયા છે. તો ક્યાંક તંત્ર દ્વારા રિનોવેટ કરીને માત્ર પાળ બાંધી મૂકી દેવામાં આવી છે. હજારો લોકો આ વાવ પાસેથી પસાર પણ થતાં હશે પણ વાવ વિશેની માહિતી કે પછી જાણકારી નહીં હોય. હેરિટેજ સિટીમાં ભલે ઓછે વત્તે અંશે પરંતુ ક્યાંક તંત્રના પ્રયત્નોથી વારસો સચવાઈ તો રહ્યો છે. પરંતુ નાગરિકોની પણ પૌરાણિક  વારસાને જાળવવાની, સાચવવાની જવાબદારી બને છેે. આવી જ જાણીતી પરંતુ અજાણી બનેલી આશાપુરી માતાની વાવ, પૌરાણિક વાવ (રખિયાલની વાવ) તેમજ ખોડિયાર માતાની વાવ વિશે જનતાને જાણકાર કરીશું.

વારસાને સાચવવાની, જાળવવાની જવાબદારી તંત્ર સહિત નાગરિકોની પણ છે 

કહી શકાય કે હેરિટેજ સિટીમાં ભલે ઓછે વત્તે અંશે પરંતુ ક્યાંક કોર્પોરેશનના પ્રયત્નોથી વારસો સચવાઈ તો રહ્યો છે. પરંતુ હેરિટેજ સિટીના વાસીઓ, આપણા શહેરની ઓળખ એવા વારસાને સાચવવાની, જાળવવાની જવાબદારી આપણી પણ છે.

વાવનું નિર્માણ કેમ કરાતું હતું ? : એક સમયે નદીની પૂર્વમાં જ શહેર વસતુ હતું. એટલે જ કદાચ કોટ વિસ્તારમાં જ સૌથી વધુ વાવ જોવા મળે છે. કહેવાય છેકે તે સમયમાં પાણીની તંગીને દૂર કરવા માટે અને પાણીનો સંગ્રહ કરવા માટે વાવનું નિર્માણ કરાતું હતું.

ગાંધર્વ વાવ : વાવનો એક દરવાજો પાટણમાં નીકળતો હોવાની વાયકા

ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુર ખાતે આવેલી ફ્ૂલચંદની ચાલી પાસે આ ગાંધર્વ વાવ આવેલી છે. જોે કે અત્યારે ભોંયરામાં પરિવર્તિત થઈ ચૂકેલી છે. વાવના પગથિયા ઊતરશો તો જ ખ્યાલ આવશે કે, આ ભોંયરંુ સામાન્ય ભોંયરંુ નથી. અહીં બળિયા દેવનું મંદિર આવેલંુ છે. આ વાવથી પરિચિત લોકોનું કહેવું છે કે, આ વાવનો એક દરવાજોે પાટણમાં નીકળે છે. કારણ કે આજે તો આ વાવનો કૂવો પૂરી દેવામાં આવ્યો છે અને વાવના બધા દરવાજા પણ બંધ કરી દેવાયા છે. માત્ર બળિયા દેવની મૂર્તિ સુધી જવાના પગથિયાવાળો રસ્તો જ ખુલ્લો છે.

 આ વાવ વિશેની જાણકારી ન હોવાથીપૌરાણિક વાવતરીકે ઓળખાય છે

આ વાવ જોઈને કદાચ આપને હાશકારો થશે કારણ કે વાવના નસીબ કહો કે વારસો પરંતુ આ વાવ આજે પણ વાવ તરીકે જોવા મળી રહી છે. આ વાવ પૌરાણિક વાવ તરીકે ઓળખાય છે પણ રખિયાલ વિસ્તારની પાસે આવેલી હોવાને કારણે આ વાવને કેટલાક લોકો રખિયાલની વાવ તરીકે ઓળખાણ આપી છે. આ વાવ વિશે ખાસ માહિતી મળતી નથી, જેના કારણે પૌરાણિક વાવના નામથી પણ ઓળખે છે. આ વાવનું તંત્ર દ્વારા થોડા વર્ષ પહેલાં સમારકામ કરાયું હતું.

 ખોડિયાર માતાની વાવ : ઈસ્લામિક શાસન દરમિયાન વાવનું બાંધકામ

બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસેની બીજી એકખોડિયાર માતાની વાવઆવેલી છે. વાવની અંદર ખોડિયાર માતાજીનું સ્થાનક અને મૂર્તિ હોવાથી વાવનું નામ ખોડિયાર માતાની વાવ તરીકે ઓળખ બની છે. આ વાવનો ઈતિહાસ વિશે કહેવાય છે કે, ઈસ્લામિક શાસન દરમિયાન વાવનું બાંધકામ થયું હતું. વાવ સાદી છે અને ઢાળ ઓછો રખાયો છે. વાવનો કૂવો 12 મીટર ઉંડો છે. જોકે વાવ મંદિરમાં ફેરવાઈ જતાં વાવની દીવાલો પર ટાઈલ્સ ચિપકાવી દેવાયા છે. હેરિટેજ સિટી અમદાવાદનો વારસો આ વાવમાં ક્યાંય ખોવાઈ ચૂક્યો છે.

 આશાપુરાની વાવ : વાવમાં શૈલી હિન્દુ પદ્ધતિનું સ્થાપત્ય

બાપુનગરમાં જ બે વાવ આવેલી છે જેમાંથી એક આશાપુરાની વાવ છે. આ વાવમાંથી કેટલાક સમય પહેલાં આશાપુરા માંની આંગી મળી આવી હતી એટલે આસપાસના લોકો તેને આશાપુરાની વાવ તરીકે ઓળખે છે. આ વાવ ખાસ છે કારણ કે સામાન્ય વાવથી વિપરીત તેમાં બે કૂવા બનેલા છે. સાથે જ આ વાવની ઉપરનું બાંધકામ ચોરસ આકારમાં કરાયું છે. આશાપુરાની વાવના નિર્માણને લઈને પણ જુદીજુદી માન્યતા છે. એક વાત એ પણ છે કે, આશાભીલે આ વાવ બનાવડાવી હતી, તો બીજી તરફ કેટલાક લોકો એ વાત પણ કરી રહ્યા છે કે વિ. સં. 1216માં વણઝારા કોમે આ વાવ બનાવી હતી. વાવની અંદરની સ્થાપત્ય શૈલી હિન્દુ પદ્ધતિની છે. વાવમાં ભૌમિતિક આકારના તેમજ વેલની આકૃતિના સુશોભનો પણ જોવા મળે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો