શહેરમાં આવેલાં બે મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો - Sandesh
  • Home
  • Baroda
  • શહેરમાં આવેલાં બે મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો

શહેરમાં આવેલાં બે મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો

 | 3:53 am IST

ગોધરામાં પાંચ સ્થળે તસ્કરોએ ચોરી કરી તરખાટ મચાવ્યો

અંદાજે રૃ. ૫૦ હજાર ઉપરાંતની રોકડ – દાગીનાની ચોરી થઇ

ા ગોધરા ા

ગોધરા શહેરમાં તસ્કરોએ શુક્રવારની રાત્રીએ પાંચ સ્થળોએ ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. કલાલ દરવાજા, મોચીવાડ વિસ્તારની દુકાનો, મકાનનો નિશાન બનાવી તસ્કરોએ હજારો રૃપિયાની મત્તાની ચોરી કરી જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત તસ્કરોએ ઘેલ ભવાની અને લિંબચ માતાજીના મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. શિયાળાની જમાવટ સાથે જ તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી પોતાનો કસબ અજમાવવાની શરૃઆત કરી દીધી છે. આ તમામ ચોરીમાં અંદાજે રૃ. ૫૦ હજાર ઉપરાંત રોકડ તથા દાગીનાની ચોરી થઇ હોવાનું જાણવા મળે છે.

ગોધરા શહેરમાં તસ્કરોએ શિયાળાની જમાવટ સાથે જ ચોરી કરવાની શરૃઆત કરી દીધી છે. એવું સર્જીત સ્થિતિ થકી જોવાઇ રહ્યું છે. શુક્રવારે રાત્રીએ તસ્કરોએ ગોધરા કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી રમકડાની દુકાનનું તસ્કરોએ તાળું તોડી સાત હજારની રોકડ તેમજ સોનાની એક વીંટીની ચોરી કરી હોવાનું દુકાન માલિક રમેશ ડામોરે જણાવ્યું હતું. આ  ઉપરાંત બાજુમાં આવેલા પાનના ગલ્લાને નિશાન બનાવી, છ હજારની ચોરી કરી હતી. જ્યારે મોચીવાડ વિસ્તારમાં જ્યોતિબેનની દરજીની દુકાનને નિશાન બનાવી તાળું તોડયું હતું. દુકાનમાંથી તેર સાડીની ઉઠાંતરી કરી છે. જ્યારે ગુજરાત ફૂટવેર દુકાનમાંથી એકવીસ હજાર રોકડા અને દશ જોડી ચંપલ અને શ્રીજી લાઇનિંગ નામની દુકાનમાંથી, વીસ હજાર ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું  હતું. તસ્કરોએ તેમજ પીંપુચકર ચોક પાસે આવેલા લીંબચ માતાજીના મંદિરમાં પણ તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

;