શહેરમાં ટેગિંગ ઝુંબેશ ઃ પહેલા દિવસે ૩૯૬ ઢોરોને ટેગ લગાવાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેરમાં ટેગિંગ ઝુંબેશ ઃ પહેલા દિવસે ૩૯૬ ઢોરોને ટેગ લગાવાયાં

શહેરમાં ટેગિંગ ઝુંબેશ ઃ પહેલા દિવસે ૩૯૬ ઢોરોને ટેગ લગાવાયાં

 | 3:41 am IST

ગદાપુરા, નવાપુરા, મકરપુરા, દિવાળીપુરા સહિતના ૨૫ વાડાઓમાં કૉર્પોરેશન દ્વારા ચેકિંગ કરાયું

પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમો શહેરાના વિવિધ વિસ્તારોમાં ત્રાટકી, ઉત્તરઝોનમાં સૌથી વધુ ૧૩૩ ઢોરોનું ટેગિંગ કરાયું

પૂર્વ અને પિૃમ વિસ્તારની કામગીરીમાં છઝ્રઁ અને ઁૈં પણ જોડાતા કૉપ્રોરેશનની ટીમોનું મનોબળ વધ્યું

ા વડોદરા ા  

શહેરને રખડતા ઢોર મુક્ત કરવાની મુહિમ અંતર્ગત જ કોર્પોરેશને ઢોરોનુ ટેગિંગ કરવાની ઝુંબેશ ઉપાડી છે. બાકી રહી ગયેલા ૭૦૦૦ ઢોરોને ટેગ મારવા માટેની આજથી શરૂ કરેલી ઝુંબેશના પ્રથમ દિવસે ૩૯૬ ઢોરોનુ આરએફઆઈડી ટેગિંગ કરાયુુ હતુ. ગદાપુરા, મકરપુરા, દિવાળીપુરા, નવાપુરા સહિતના વિવિધ વિસ્તારોના ૨૫ જેટલા વાડાઓ ખાતે પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્પોરેશનની ટીમો ત્રાટકી હતી અને ટેગ વિનાના ઢોરોને શોધી શોધીને ટેગિંગની કામગીરી કરી હતી.  

મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલની સૂચનાથી ટેગિંગની ઝુંબેશ માટે ચાર ઝોનમાં ચાર ટીમો બનાવાઈ હતી. જેમાં એક ટીમમાં વેટરનીટી ડોક્ટર, ૪ કેટલ કેચર સહિતના ૮ જણાનો સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના ૧૦ થી ૧૨ જવાનો સાથેની ટીમો આજથી કામે લાગી હતી. સવારે ૧૦ કલાકથી વિવિધ વિસ્તારોના પશુપાલકોના ઢોરવાડાઓ ખાતે કોર્પોરેશનની ટીમો પોલીસ બંદોબસ્ત હેઠળ ત્રાટકી હતી. સાંજે ૬ કલાક સુધી ટેગિંગની કમગીરી કરાઈ હતી.બપારે ૧ કલાક સુધીમાં ૨૬૯ ઢોરોનુ ટેગિંગ કરાયુ હતુ. એ પછી પણ ઝુંબેશ આગળ ધપી હતી.

દિવાળીપુરા, જવાહરનગર, મકરપુરા ગામ, નવાપુરા, ગદાપુરા સહિતના વિસ્તારોના ૨૫ વાડાઓ ખાતેથી કુલ ૩૯૬ ગાયભેંસોનુ ટેગિંગ કરાયુ હતુ. પૂર્વ ઝોન અને પિૃમ ઝોનમાં ટેગિંગની કામગીરી દરમિયાન પોલીસ કાફલાની સાથે એસીપી અને પીઆઈ જાતે જોડાયા હતા. જેના કારણે કોર્પોરેશનની ટીમોનુ મનોબળ વધ્યુ હતુ.  

કોર્પોરેેશનની ટીમો ત્રાટકતા એક તબક્કે ઢોર માલીકો અવાચક થઈ ગયા હતા. જોકે, જશોદાનગરના કિસ્સાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે ટેગિંગની કામગીરી થઈ હતી. આજની કામગીરી દરમિયાન ૮૯ ઢોર એવા મળી આવ્યા હતા કે જેમનુ અગાઉથી ટેગિંગ થયેલુ હતુ. શહેરમાં સૌથી વધુ ૧૩૩ ઢોરોનુ ટેગિંગ પૂર્વ વિસ્તારમાં થયુ હતુ.

જ્યારે સૌથી ઓછુ ટેગિંગ દક્ષિણ વિસ્તારમાં થયુ હતુ. આગામી તા. ૩જી નવેમ્બર સુધી આ ટેગિંગની કામગીરી ચાલશે. એ પછી રસ્તે રખડતુ ટેગિંગ વિનાનુ ઢોર પકડાશે તો કોર્પેારેશન નહીં છોડે.  

ઢોરોના ટેગિંગમાં દેશમાં વડોદરા પ્રથમ  

વર્ષ ૨૦૧૪થી વડોદરા કોર્પોરેશને ઢોરોનુ ટેગિંગ કર્યુ હતુ. ઇહ્લૈંડ્ઢ ટેગિંગમાં ઢોર માલીકનુ નામ, સરનામુ, મોબાઈલ નંબર સહિતની વિગતો હોય છે. દબાણ શાખાના ડાયરેક્ટર ડૉ. મંગેશ જયસ્વાલે કહ્યુ હતુ કે, આખા દેશમાં ઢોરોનુ ટેગિંગ કરવામાં વડોદરા દેશનુ પહેલુ શહેર બનેલુ છે.  

આજથી શહેરમાં ગાય અને ભેંસના જન્મમરણની નોંધણી ફરજિયાત

ગાય કે ભેંસને બચ્ચું જન્મે એટલે ત્રણ મહિનામાં કૉર્પોરેેેશનમાં નોંધણી કરાવવી પડશે

ા વડોદરા ા  

શહેરને રખડતા ઢોરોથી મુક્ત બનાવવાની ઝુંબેશની સાથે કોર્પોરેશને ટેગિંગ પણ સઘન કામગીરી હાથ ધરેલી છે. હવે, કોર્પોરેશને શહેરના નાગરિકોની જેમ ઢોરોના જન્મમરણની પણ નોંધણી આવતીકાલથી ફરજિયાત કરી છે.

વડોદરા શહેરમાં કેટલા ઢોર છે ? તેની હજૂ પણ કોર્પોરેશન પાસે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. જ્યારે પણ સરવે કરાય એ પછી ચોક્કસ આંકડા કોર્પોરેેશનને મળતા હોય છે, પરંતુ સરવેમાં સમય જાય છે અને ખર્ચ થાય છે એટલુ જ નહીં, સમય જતા માહિતી મેળવવા ફરીથી સરવે કરવાનો વારો આવે છે. કારણ કે, ગાયભેંસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારે થતો હોવાથી કોર્પોરેશન પાસે ચોક્કસ આંકડા મળતા નહીં હોવાથી અપડેટ રહી શકતા નથી. ત્યારે જ્યારે કોર્પોરેશને રખડતા ઢોરોથી શહેરને મુક્ત કરવાની મુહિમ છેડી છે અને તેની સાથે ટેગિંગની સઘન કામગીરી હાથ ધરેલી છે ત્યારે હવે ફરજિયાત ટેગિંગની સાથે ગાયો અને ભેંસોનુ ફરજિયાત જન્મમરણ નોંધણી કરવાનુ નક્કી કરાયુ છે.  

ગાય કે ભેંસને બચ્ચુ થાય તો તેના ત્રણ મહિનાની અંદર જે તે પશુમાલીકે કોર્પોરેશનના ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતેની ઢોરડબ્બા શાખામાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. જેથી કોર્પોરેશન પાસે ગાય અને ભેંસના અપડેટ આંકડા રહે એટલુ જ નહીં, ગાય-ભેંસનુ બચ્ચુ ત્રણ મહિનાનુ થઈ જાય તો કોર્પોરેશન ટેગિંગ કરાવી શકે. એટલુ જ નહીં, ટેગિંગ કરેલ ગાય કે ભેંસને કાયમ માટે શહેરની બહાર લઈ જવાનુ હોય તો પણ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે અને ઢોર મૃત્યુ પામે તો પણ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે. જેથી તે ઢોરનુ આરએફઆઈડી ટેગ રદ કરવા સંદર્ભની કામગીરી કરી શકાય. આ નોંધણી માત્ર ગાય-ભેંસ માટે જ છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;