શહેરમાં રોગચાળાનો સકંજો : સિવિલની ઓપીડીમાં ૧૩ દિવસમાં ૩૧ હજાર દર્દી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શહેરમાં રોગચાળાનો સકંજો : સિવિલની ઓપીડીમાં ૧૩ દિવસમાં ૩૧ હજાર દર્દી

શહેરમાં રોગચાળાનો સકંજો : સિવિલની ઓપીડીમાં ૧૩ દિવસમાં ૩૧ હજાર દર્દી

 | 2:00 am IST
  • Share

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સપ્ટેમ્બર મહિનાના ૧૩ દિવસમાં ૩૧ હજારથી વધુ વિવિધ રોગના દર્દી નોંધાયા છે, ૧૩ દિવસના જ ગાળામાં સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ ડેન્ગ્યુના દર્દી નોંધાયા છે, ડેન્ગ્યુના શંકાસ્પદ કેસનો આંકડો ઊંચો છે, એ જ રીતે ચિકન ગુનિયાના ૩૦ જેટલા અને સાદા તેમજ ઝેરી મેલેરિયના ૩૦ જેટલા કેસ નોંધાયા છે, ૯૯ જેટલા હિપેટાઈટિસના દર્દી નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ગત મહિનાની સરખામણીએ અત્યારે રોગચાળાના કેસ વધ્યા છે. બીજી તરફ અમદાવાદની ખાનગી ૩૦ જેટલી હોસ્પિટલોમાં હજુ પણ સપ્તાહના ૧૫૦૦ જેટલા કેસ રોગચાળાના નોંધાઈ રહ્યા છે, શહેરના નાના મોટા ખાનગી ક્લિનિકોમાં પણ વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી, તાવના કેસ જોવા મળી રહ્યા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંગળવાર સાંજની સ્થિતિએ કોરોનાના ચાર દર્દી અને મ્યૂકર માઈકોસિસના આઠ દર્દી સારવાર લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન