શહેરમાં રોડ બનાવવા માટે ર્વાિષક ભાવોમાં ૬૪ એજન્સીઓની કતાર - Sandesh
  • Home
  • Bhavnagar
  • શહેરમાં રોડ બનાવવા માટે ર્વાિષક ભાવોમાં ૬૪ એજન્સીઓની કતાર
 | 3:21 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર શહેરમાં લાખો નહીં કરોડો રૃપિયા રોડ પાછળ ખર્ચ કરાયો છે, તો કેટલાક કામો હાલમાં ખાતમુહૂર્તવાંકે મોડા થયા છે, મતલબ કે કામો પેન્ડીંગ પણ પડયા છે, ત્યારે રોડના કામો કરવા એજન્સીઓનો પણ રાફડો ફાટયો છે. મનપાએ રોડના કામો માટે ર્વાિષક મંગાવતા અધધ…૬૪ એજન્સીઓએ ટેન્ડર ભર્યા છે.

રોડના ર્વાિષક ભાવો મંજુર કરીને તમામ ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, જેમાં વર્ષ ૨૦૧૯/૨૦ માટે ર્વાિષક ભાવો નક્કી કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૬૪ એજન્સીઓએ ભાવો ભર્યા છે.

કુલ ૮૮ આઈટમો મંજુર કરવા માટે પાત્ર ભાવ સાથે એજન્સીઓએ પોતાના ભાવો ભર્યા છે.

જેના આધારે ભાવ બાંધીને મહાનગર પાલિકા દ્વારા રોડના કામો આગામી સમયમાં સોંપવામાં આવશે. આ મામલે સ્ટેન્ડીંગ કમીટી મંજુરીની મહાર મારશે, જેના આધારે તંત્ર રોડ એજન્સી પાસેથી કામની અપેક્ષા રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન