શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ૨૬ 'કામચોર' પોલીસ અધિકારી પકડાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ૨૬ ‘કામચોર’ પોલીસ અધિકારી પકડાયા

શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ૨૬ ‘કામચોર’ પોલીસ અધિકારી પકડાયા

 | 2:00 am IST
  • Share

શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવો અટકાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે. આ ગુનાખોરી વધવાનું કારણ જાણવા ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણે સોમવારે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું. તપાસમાં ૨૬ પોલીસ અધિકારીઓની પોલ ખોલી હતી. જેમાં ૧ છઝ્રઁ, ૨ ઁૈં, ૧૮ ઁજીૈં અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરવાના બદલે વહેલા ઘરે જઇને સૂઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ચેકિંગમાં મહિલા ઁજીૈં સહિતના છ પોલીસ કર્મચારીઓ તો સાદા કપડાંમાં જ નાઇટ ડયૂટી કરતાં પકડાયાં હતાં.

ચેકિંગમાં મોટાભાગના પોલીસ અધિકારીઓની કામચોરી પકડાઇ હતી. નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારીઓએ ચોરી, લૂંટ, હત્યા, અપહરણ જેવી ઘટનાઓ અટકાવવા પ્રયત્ન કરવાનો હોય છે. આ ઉપરાંત વાહન ચેકિંગ, હોટલ રેસ્ટોરન્ટો તેમજ હિસ્ટ્રીશીટરોનુ ચેકીંગ કરવાનું હોય છે. શહેરના પૂર્વ વિસ્તારના એક પી.આઇ જેમના વિસ્તારમાં મારા-મારીની સૌથી વધારે ઘટના બને છે, તે એક કલાક ઘરે વહેલાં જતા રહ્યા હતાં.

આ અંગે ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યુ છે કે, શહેરમાં નાઇટ રાઉન્ડ દરમિયાન ઉપરી અધિકારીઓ દ્વારા નક્કી થયેલા સમયગાળા સુધી પોલીસ અધિકોરીઓ ફરજ બજાવે તે આવશ્યક છે. જો આમાં ચૂક થશે તો પોલીસ અધિકારીઓ લોકરક્ષણથી માંડીને એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓ સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત ના જ કરી શકે.

પોલીસ રજિસ્ટર્ડમાં પણ છબરડા બહાર આવ્યા

સામાન્ય રીતે જે પોલીસ અધિકારીઓની નાઇટ ડયૂટી હોય તેમને રાત્રે બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવાનું હોય છે. નાઇટ શરૃ કરતાં પહેલાં જે તે અધિકારીએ પોલીસ કન્ટ્રોલ રૃમના રજિસ્ટર્ડમાં એન્ટ્રી કરવી પડે છે. ત્યારબાદ સવારે છ વાગે કન્ટ્રોલરૃમમાં ફરીથી રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડે છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ તો સવારે ૫ વાગે પોલીસ કન્ટ્રોલરૃમમાં એન્ટ્રી કરીને જતા રહ્યા હોવાનું ઓન પેપર બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન