શહેરમાં ૫૪૨ દિવસ પછી કોરોનાના કેસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • શહેરમાં ૫૪૨ દિવસ પછી કોરોનાના કેસ

શહેરમાં ૫૪૨ દિવસ પછી કોરોનાના કેસ

 | 2:00 am IST
  • Share

ગુજરાતમાં કોરોના વાઈરસના પગ પેસારા બાદ એટલે કે, ૫૪૨ દિવસ બાદ અમદાવાદ  શહેરમાં આજે સોમવારે પ્રથમવાર એકપણ નવો કેસ ન  નોંધાતાં શહેરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વર્ષ-૨૦૨૦ના  માર્ચ મહિનાની ૧૯મી તારીખે ગુજરાતમાં કોરોનાના પ્રથમ ત્રણ  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ન્યુયોર્કથી આવેલી  યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. આ ઉપરાંત આ દિવસે  રાજકોટમાં મદીનાથી આવેલો યુવાન અને સુરતમાં લંડનથી  આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. ત્યાર બાદ રાજ્યમાં  કોરોનાના કેસની સંખ્યામાં નિરંતર વધારો થવા લાગ્યો હતો.  સોમવાર સાંજના પાંચ વાગ્યાં સુધીના વિતેલા ૨૪ કલાકમાં  કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં  સારવાર દરમિયાન વધુ ૧૬ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં  આવી છે.

રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૫,૬૨૯એ પહોચી ગઈ  છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૮૨ નાગરીકોનો કોરોનાએ ભોગ  લીધો છે, તો ૮,૧૫,૩૮૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો પણ છે. છેલ્લી  સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ ૧૬૧ દર્દી સારવાર હેઠળ છે. નાજુક  સ્થિતિના કારણે ૫ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે,  જ્યારે ૧૫૬ દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકારે દાવો કર્યો  છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં કોરાનાનો  કેસની ટોચ ૧,૭૦૦ કેસ સુધી પહોચી હતી પરંતુ બીજી લહેરમાં  તો રાજ્યમાં દૈનિક ૧૬ હજારથી પણ વધુ કેસ નોંધાવા લાગ્યાં  હતા. અમદાવાદ શહેરમાં પણ રોજના ૬ હજાર જેટલા કેસ નોંધાવા  લાગ્યાં હતા. પરંતુ મે, ૨૦૨૧થી કોરોના શાંત થવા લાગ્યો  હતો જે આજે લગભગ કોરોના સાવ ખતમ થવાના આરે હોય તેવી  સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના કેસ ઘટતા નાગરીકોમાં પણ  ધીરે ધીરે ભય ઘટી રહ્યો છે. પરંતુ ત્રીજી લહેરના આશંકાઓના  પગલે લોકોને સતર્ક રહેવાની તબીબો દ્વારા સલાહ પણ અપાઈ રહી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન