શહેરાના મંગલપુર ગામના ગુમ યુવાનની કૂવામાંથી લાશ મળી - Sandesh
  • Home
  • Baroda
  • શહેરાના મંગલપુર ગામના ગુમ યુવાનની કૂવામાંથી લાશ મળી

શહેરાના મંગલપુર ગામના ગુમ યુવાનની કૂવામાંથી લાશ મળી

 | 3:53 am IST

યુવાનની હત્યા કરાયાનો પરિવારનો આક્ષેપ

ા શહેરા ા

શહેરા તાલુકાના મંગલપુર ગામનો યુવાન રણવતસિંહ પગી ત્રણ દિવસથી ગુમ થતાં ભારે ચિંતિત થઇ ઉઠયા હતા. યુવાનની લાશ તેની સાસરી મંગલીયાણા ગામના મંદિર વિસ્તારમાં આવેલ કુવામાં સ્થાનિક લોકોને તરતી જોવા મળી હતી.

આ બનાવ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા અ બનેલ બનાવની જાણ પોલીસ તેમજ તેના પરિવારજનો સાથે સાસરીના લોકોને કરી હતી. પોલીસ સાથે મૃતક યુવાનના પરિવારજનો સ્થળ પર આવ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી કુવામાંથી યુવાનની લાશને બહાર કાઢી હતી. પરિવારજનોના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પોલીસ સમક્ષ યુવાનની હત્યા કરી લાશ કુવામાં નાંખી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે લાશને પીએમ અર્થે બ્લોક હેલ્થ કચેરી ખાતે લાવવામાં આવી હતી. પોલીસે હાલ એડી નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

;