શહેરા તા.પં.કચેરીના બે કર્મીઓ બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેરા તા.પં.કચેરીના બે કર્મીઓ બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

શહેરા તા.પં.કચેરીના બે કર્મીઓ બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

 | 3:04 am IST

ગોધરા ઃ શહેરા તાલુકા પંચાયત કચેરીના બે કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પાસેથી બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.અમદાવાદ એસીબીએ શહેરા ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન શહેરા ટીડીઓ વતી લાંચના ૨.૪૫ લાખ શંકા ઉપજતા એક કર્મચારીએ લાંચની રકમ સ્વીકારી ન હતી. જો કે એસીબીએ શહેરા ટીડીઓ અને ત્રણ કર્મચારીઓની અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકારની મનરેગા યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરે કરેલા વિકાસ કામોના બિલ મંજુર કરવા માટે લાંચના નાણાંની માંગણી કરી હતી.

શહેરા ખાતે રહી કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા એક કોન્ટ્રાક્ટરનું  શહેરા તાલુકા પંચાયત ખાતેનું મનરેગાનું ટેન્ડર મંજુર થયું હતુંજે અંતર્ગત  તેઓએ  શહેરા તાલુકામાં  મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા ચેક વોલના કામો માટે રોમટીરીયલ્સ સપ્લાય કર્યુ હતું. જે પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ રૂપિયા ૨.૭૫ કરોડ તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા ૧.૭૧ કરોડના બીલના ચેક મંજુર થયા હતા. જે અનુસંધાને આરોપી હેમંત પ્રજાપતિ, કીર્તીપાલ સોલંકી તથા ટીડીઓ ઝરીના અન્સારી વતી આરોપી રીયાઝ મન્સુરીનાઓએ ફ્રિયાદી પાસેથી અગાઉ અલગ અલગ રકમ લઇ લીધી હતી. અને ત્યારબાદ આરોપી હેમંત પ્રજાપતિ તથા આરોપી કીર્તિપાલ સોલંકી એ ફ્રીયાદી પાસે વધુ રૂપિયા એકએક લાખ અને  શહેરા ટીડીઓએ રિયાઝ મન્સૂરી  મારફ્તે ૨.૪૫લાખની  ફ્રીયાદી પાસે માંગણી કરી હતી.જેથી ફ્રીયાદી ઉપરોક્ત તમામ આરોપીઓને લાંચની રકમ આપવા માંગતા ન હોય ફ્રીયાદીની ફ્રીયાદ આધારે આજ રોજ એસીબી એ ગોઠવેલ લાંચના છટકાનાં કામે આરોપી હેમંત પ્રજાપતિ  તથા આરોપી કીર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મન્સુરી ફ્રીયાદીની ઓફ્ીસે લાંચની રકમ લેવા આવેલ હોય તે દરમ્યાન આરોપી હેમંત પ્રજાપતિ તથા કીર્તીપાલ સોલંકી લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે ટીડીઓ ઝરીના અંસારી વતી રિયાઝ મંસૂરીને શક જતાં તેણે લાંચની રકમ સ્વીકારી ન હતી. એસીબીએ ટીડીઓ ઝરીના અન્સારીની પણ અટકાયત કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;