શહેરા લાંચ પ્રકરણમાં ટીડીઓ અને ૩ કર્મચારીઓની ધરપકડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેરા લાંચ પ્રકરણમાં ટીડીઓ અને ૩ કર્મચારીઓની ધરપકડ

શહેરા લાંચ પ્રકરણમાં ટીડીઓ અને ૩ કર્મચારીઓની ધરપકડ

 | 3:15 am IST

એસીબી ટીમે ટીડીઓ-કર્મચારીઓના રહેણાંક સ્થળોએ તપાસ કરી

ા ગોધરા ા

શહેરા તાલુકા પંચાયતના બે કર્મચારીઓ કોન્ટ્રાકટર પાસેથી બે લાખની લાંચ લેવા ઉપરાંત એક કર્મચારી અને તાલુકા વિકાસ અધિકારીની અમદાવાદ એસીબીએ લાંચ ડિમાન્ડ મુદ્દે અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

જેનાબાદ એસીબીએ ટીડીઓ અને ત્રણેય કર્મચારીઓના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી છે.એસીબીની ટીમોએ અટકાયત કરાયેલા ચારેયના રહેણાંક સ્થળોએ ઝડતી કરી હતી દરમિયાન ટીડીઓ પાસેથી લાયસન્સ વાળી રિવોલ્વર મળી આવી હોવાનું એસીબી સૂત્રોએ જણાવતાં આગામી દિવસે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે એમ ઉમેર્યુ હતું. ઉલ્લેખનીય છેકે શહેરા લાંચ પ્રકરણની તપાસ મહીસાગર એસીબી પીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે.

શહેરા તાલુકા પંચાયતમાં એક કોન્ટ્રાકટર દ્વારા સરકારના ટેન્ડર મુજબ મનરેગા યોજના હેઠળ મંજુર થયેલા વિકાસ કામો અંગેનું ટેન્ડર મંજુર થયું હતું. જે કોન્ટ્રાકટર દ્વારા સપ્લાય કરાયેલા રો મટીરીયલના  મનરેગામાં રૂ.૨.૭૫ કરોડ અને આરઆરપી યોજનાના રૂ.૧.૭૧ કરોડના બિલના નાણાં ચેક મંજુર કરાયા હતા.જેના ચુકવણા મુદ્દે શહેરા તાલુકા પંચાયત કચેરીમાં ફ્રજ બજાવતાં હેમંત પ્રજાપતિ,કીર્તિપાલ સોલંકી અને રિયાઝ મન્સૂરીએ કોન્ટ્રાકટર પાસેથી કેટલીક રકમ લીધી હતી.

જેનાબાદ પણ હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકીએ કોન્ટ્રાકટર પાસે વધુ એક એક લાખની માંગણી કરી હતી.આ ઉપરાંત શહેરા ટીડીઓ ઝરીના અન્સારી વતી અધિક મદદનીશ ઈજનેર રિયાઝ મન્સુરીએ ૨.૪૫ લાખની માંગણી કરી હતી.જેથી કોન્ટ્રાકટર દ્વારા લાંચની રકમ નહિં આપવા માંગતા હોવાથી એસીબીને જાણ કરી હતી.જે આધારે અમદાવાદ એસીબી ટીમના પીઆઇ કે.કે.ડીંડોડ અને સ્ટાફ્ દ્વારા શહેરા ખાતે લાંચના છટકાનું આયોજન કરાયું હતું.દરમિયાન કોન્ટ્રાકટરની ઓફ્ીસ ઉપર લાંચના નાણાં લેવા માટે હેમંત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકી આવ્યા હતા અને લાંચના નાણાં અંગેની વાતચીત કરી એક એક લાખ કોન્ટ્રાકટર પાસેથી સ્વીકાર્યા હતા.દરમિયાન ટીડીઓ ઝરીના અન્સારી વતી લાંચના નાણાં લેવા આવેલા રીયાઝ મન્સુરીએ હેતુલક્ષી  વાતચીત કરી હતી પરંતુ   શક જતાં તેણે  લાંચની રૂ.૨.૪૫ લાખની રકમ સ્વીકારી નોહતી.

આમ લાંચની બે લાખ રકમ સ્વીકારતા હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકી રંગે હાથ એસીબીએ ઝડપી લીધા હતા.આ ઉપરાંત એસીબીએ ટીડીઓ વતી લાંચની રકમ લેવા આવેલા રિયાઝ અન્સારી અને કથિત  લાંચ ડિમાન્ડ મુદ્દે શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીની પણ એસીબી ટીમે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગવાના પ્રકરણમાં ગોઠવેલા છટકા દરમિયાન અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે લાવી મોડી રાત્રે ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીજી તરફ્ એસીબીની ટીમોએ ટીડીઓ અને ત્રણેય કર્મચારીઓના રહેણાંક સ્થળોએ ઝડતી કરી હતી.જોકે દરમિયાન કઈ વાંધાજનક નહિં મળી આવ્યું હોવાનું અને ટીડીઓ પાસેથી લાયસન્સ વાળી રિવોલ્વર મળી હોવાનું તપાસ અધિકારી રવિ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.બીજી તરફ્ ગુરુવારે ટીડીઓ અને ત્રણેય કર્મચારીઓને કોરોના પરીક્ષણ કરાવ્યો હતો.

જેનાબાદ તમામની લાંચ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે અને તમામને આગામી દિવસે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.  એસીબી ટીમે કુલ ચાર વ્યક્તિની અટકાયત કરતાં જ શહેરા તાલુકા પંચાયતની કચેરીમાં કેટલાક લોકોએ ઉત્સાહમાં આવી વધામણાં કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;