શહેરી પરિવહન સેવામાં સોમવારે મુસાફરોની સંખ્યા ૩૨ હજાર વધી - Sandesh
 • Home
 • Newspaper
 • શહેરી પરિવહન સેવામાં સોમવારે મુસાફરોની સંખ્યા ૩૨ હજાર વધી

શહેરી પરિવહન સેવામાં સોમવારે મુસાફરોની સંખ્યા ૩૨ હજાર વધી

 | 3:00 am IST

 • આકરા દંડ કરતાં બસની મુસાફરી સારી  
  ા સુરત ા
  સમગ્ર રાજ્યમાં આજથી લાગુ પડેલા નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિક પોલીસ આકરા દંડની કાર્યવાહી કરે તે બીકે લોકોએ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન સેવાનો લાભ લેવાનું નકકી કર્યું હતું. આજે એક જ દિવસમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યામાં ૩૨ હજારનો વધારો નાંેધાયો છે.
  ટ્રાફિક પોલીસ નવા નિયમોનો કડકાઇથી અમલ કરાવે તેવી બીકે હજારો લોકોએ આજે ખાનગી વાહનોનો ઉપયોગ ટાળ્યો હતો. શહેરના માર્ગો પર ફરતી રિકસાઓ અને સિટી બસ, બીઆરટીએસ બસોમાં પગ મૂકવાની જગ્યા નહોતી. લોકોના ભારે ધસારાને કારણે આજે એક જ દિવસમાં સિટી બસમાં મુસાફરોની સંખ્યામાં ૧૨ હજાર અને બીઆરટીએસની બસોમાં મુસાફરોની સંખ્યામાં ૨૦ હજારનો વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં રોજ રાતે સાડા આઠ વાગ્યા સુધીમાં દરરોજ સરેરાશ ૨.૦૯ લાખ લોકો સિટી બસ અને બીઆરટીએસ બસનો લાભ લે છે. આજે સાડા આઠ વાગ્યા સુધીમાં ૨.૪૧ લાખ લોકો સિટી બસ અને બીઆરટીએસ બસમાં બેઠા હતા. નવા નિયમોનો કડકાઇથી અમલ થાય તો શહેરી પરિવહન સેવાનો લાભ લેનારા લોકોની સંખ્યામાં વધારો નાંેધાશે.
  મોટા શહેરોમાં માસ ટ્રાન્સ્પોર્ટેશનનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે એવી પોલીસી બનાવવામાં આવે છે. ટ્રાફિકના નવા નિયમો અને આકરા દંડના પગલે એક દિવસમાં થયેલો આ વધારો કાયમ રહે તો ટ્રાફિકની સમસ્યા પણ ઉકલી જાય એવું આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;