શહેર - જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની જગ્યા લાંબા સમયથી  ખાલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેર – જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની જગ્યા લાંબા સમયથી  ખાલી

શહેર – જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની જગ્યા લાંબા સમયથી  ખાલી

 | 2:38 am IST

ખાનગી અને સરકારી શાળાઓમાં દર વર્ષે સંખ્યાબંધ શિક્ષકોઆચાર્યો નિવૃત્ત થાય છે, પરંતુ નવાની ભરતી કરાતી નથી

દિવાળી વેકેશન બાદ શાળાઓ ધમધમી ઉઠશે તેવો આશાવાદ

વડોદરા   

શહેરની સંખ્યાબંધ ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી સહીતની તમામ શાળાઓમાં વિષય શિક્ષકો અને આચાર્યોની જગ્યા ખાલી છે. તેમના સ્થાને નવાની ભરતી કરવાની દરકાર કરાતી નથી. એક બાજૂ દર વર્ષે ઉનાળુ અને દિવાળી વેકેશન બાદ મોટી સંખ્યામાં શહેર જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને આચાર્યો નિવૃત્ત થતાં હોય છે. પરંતુ શિક્ષણ વિભાગ નિવૃત્ત થતાં શિક્ષકો અને આચાર્યોના સ્થાને નવાની ભરતી કરવાની દરકાર કરતું નથી. પરિણામે શાળાઓની હાલત સુકાની વિનાની ટીમ જેવી થઈ જાય છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ ખૂલવાના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે હવે આગામી દિવસોમાં શાળાઓમાં વિષય શિક્ષકો અને આચાર્યોની ભરતી કરવી જોઈએ તેવી લાગણી હાલ કેળવણી જગતમાં પ્રવર્તિ રહી છે.  

વિતેલાં બે વર્ષથી શહેરજિલ્લા સહીત સમગ્ર રાજ્યમા કોરોનાના કહેરને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ સ્વરૂપે શિક્ષણકાર્ય હાથ ધરી શકાયુ હતુ. તેના વિકલ્પ રૂપે ઓનલાઈન શિક્ષણકાર્ય આગળ ધપાવવાની શાળા સંચાલકોને ફરજ પડી હતી. જો કે કોરાનાના સમયગાળા દરમિયાન શિક્ષકો કે આચાર્યોની કમીથી શાળાઓમાં કામકાજ આગળ ધપાવ્યે રખાયું હતુ. પરંતુ હવે કોરોનાની બીજા લહેર બાદ ત્રીજી લહેરની શક્યતા રહી નથી. તેવા સમજોગોમાં આગામી દિવાળી વેકેશ બાદ તુરંત શાળાઓમાં પ્રત્યક્ષ ધોરણે શિક્ષણકાર્ય આગળ ધપાવાશે. સ્થિતિમાં શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકો અને આચાર્યાની જગ્યાઓ પર નવી ભરતી કરવી જોઈએ તેવી લાગણી પ્રવર્તિ રહી છે. પહેલુ સત્ર પુરૂ થયા બાદ હવે વર્તમાન શૈક્ષમિક વર્ષમાં બીજા સત્ર ઉપર વિશેષ ભાર અપાવવાની સાથે તેની મહત્વતા અંકાઈ રહી છે

ખાનગી શાળાઓમાં પણ આજ સ્થિતિ 

શહેરની જિલ્લાની ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ સ્કૂલોની સ્થિતિ પણ આવી છે. સંખ્યાબંધ શાળાઓમાં યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતાં વિષય શિક્ષકોની જગ્યા ખાલી છે. નવા શિક્ષકોની ભરતી કરાતી નથી. એટલું જનહીં, આચાર્યોની જગ્યાઓ પણ લાંબાય સમયથી ખાલી પડી રહે છે. પરિણામે તેની સિધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર થાય છે. ખાનગી શાળાઓ જેટલાં શિક્ષકો છે તેનાથી કામ ચલાવી લેવુ તેવો કાર્યમંત્ર અપનાવી નવા શિક્ષકો કે આચાર્યની ભરતી કરવાથી દૂર રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;