શહેર - જિલ્લામાં દસ હજારથી વધુ શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન - Sandesh
  • Home
  • Baroda
  • શહેર – જિલ્લામાં દસ હજારથી વધુ શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન

શહેર – જિલ્લામાં દસ હજારથી વધુ શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન

 | 3:41 am IST

ભરૃચમાં આજથી ૧૦ દિવસ વિધ્નહર્તાનું રાજ

ગજાનંદને આવકારવા મંડળો સહિત ભક્તોમાં બમણો ઉત્સાહ

। ભરૃચ ।

પ્રથમ પૂજનીય દેવ શ્રી ગણેશની સવારી ગુરૃવારથી ભરૃચ શહેર અને જિલ્લામાં ૧૦ દિવસનું આતિથ્ય માણવા આવી રહી છે ત્યારે આ ગણેશ મહોત્સવ પર વિવિધ મંડળો અને ભકતોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મંડળો દ્વારા શ્રીજીની વિરાટ પ્રતિમાઓ આ વરસે બુક કરાવવા સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. હવે ગુરૃવારે શુભ મુર્હુતમાં ભરૃચહવે ગણતરીના કલાકો બાદ એટલે કે તા.૧૩-૯-૧૮ ના ગુરૃવારે શ્રીજી મહોત્સવનો પ્રારંભ થનાર છે. આન, બાન, અને શાન સાથે શ્રીજી ભકતો વચ્ચે પધરામણી કરશે આ પ્રસંગે ભરૃચ જિલ્લામાં તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે શ્રીજી મહોત્સવની સંખ્યામાં ગત વર્ષ કરતા નોંધપાત્ર વધારો થયો હોવાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી જાણવા મળેલ છે. આ વર્ષના શ્રીજી મહોત્સવની આગવી ખાસિયત એ છે કે, વિવિધ શ્રીજી મહોત્સવ ખાતે આકર્ષક અને નયનરમ્ય શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે.  આ ઉપરાંત ઈકોફ્રેન્ડલી માટીની શ્રીજીની પ્રતિમામાં નોંધપાત્ર વધારો થયો છે.

કેટલાક દિવસ અગાઉથી જ ભરૃચ નગર ખાતે વિવિધ વિસ્તારોના શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા ત્યારે આજે વહેલી સવારથી જ શ્રીજી મહોત્સવની સ્થાપના અંગેનુ મુર્હુત હોવાનું જાણવા મળેલ છે.શ્રીજી મહોત્સવના આરંભ પહેલા ભરૃચ નગર અને જિલ્લામાં ઠેર ઠેર શ્રીજીની શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. ટ્રેલર અને ટેમ્પા જેવા વાહનોમાં આરૃધ થઈ શ્રીજીને ભરૃચ ખાતે અને જે તે શ્રીજી મહોત્સવના સ્થળ ખાતે લાવવામાં આવ્યા હતા.

 

 

શ્રીજી સ્થાપનાનાં શ્રેષ્ઠ મુહૂર્ત

ગુરુવારે ગણેશ ચર્તુથીએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના માટે શ્રેષ્ઠ મુર્હુતોમાં સવારે ૬ થી ૭.૩૦ કલાક, ૯ થી ૧૦.૩૦ કલાક, ૧૧.૩૦ થી ૧૨.૧૫ કલાક તેમજ બપોરે ૩ થી ૫.૩૦ કલાકનો સમાવેશ થાય છે. જે દરમિયાન ગણેશ મંડળો કે ભકતો સ્થાપન કેન્દ્રો, ઘર, ઓફિસ, દુકાન, કંપની, સોસા. માં પ્રતિમાં સ્થાપી શકશે.

 

 

વહીવટી તંત્રે પણ બહાર પાડેલા વિવિધ વટહુકમો

શ્રીજી મહોત્સવ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ વટહુકમો જાહેર કરવામાં આવેલ છે જેમ કે મહોત્સવ દરમિયાન શોભાયાત્રા કે વિસર્જન યાત્રા દરમિયાન ઝટપટ પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે લાઉડ સ્પીકરના ઉપયોગ પર મર્યાદીતતા લાદવામાં આવી છે.

;