શહેર-જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં બંધ બે-અસર - Sandesh
  • Home
  • Rajkot
  • શહેર-જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં બંધ બે-અસર

શહેર-જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં બંધ બે-અસર

 | 1:14 am IST

  • માથાકૂટની બીકે વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલ્યાં નહિ

રાજકોટ : ગુજરાત બંધના એલાનની અસર રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ જોવા મળી ન હતી. સવાર અને બપોર બંને પાળીની સ્કૂલો ચાલુ રહી હતી.   જો કે શાળા-કોલેજોમાં પાંખી હાજરી જોવા મળી હતી.  બંધના એલાનો વખતે શાળા-કોલેજોને નિશાન બનાવવામાં આવતી હોવાથી વાલીઓ આવા સમયે બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળતા હોય છે.આજે સદભાગ્યે શાળા-કોલેજો શાંતિથી ચાલુ રહી હતી. સરકારી, સેલ્ફ ફાયનાન્સ અને ગ્રાંટેડ શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રહી હતી. કોલેજોમાં પણ આજે શિક્ષણ કાર્ય ચાલુ રહયું હતું. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની સંસ્થાઓમાં પણ શિક્ષણકાર્ય ચાલુ રહયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે, અમારી રાબેતા મુજબની કાર્યવાહી ચાલુ રહી હતી. આજે શિક્ષણકાર્ય દરમિયાન કોઈ અણબનાવ નહિ બન્યો નથી. મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા પણ પાખી હાજરી વચ્ચે શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું. બંધના એલાનો વખતે યુનિર્વિસટી ખાતે પણ બંધ પળાવવા માટે ટોળા ઘસી જતાં હોય છે. આજે ત્યાં પણ શાંતિ રહી હતી. રાબેતા મુજબ ભવનોમાં શૈક્ષણિક કાર્ય અને મુખ્ય બિલ્ડીંગમાં વહિવટી કામગીરી પણ ચાલુ રહી હતી. યુનિર્વિસટીમાં ઈન્ટરવ્યું લેવામાં આવી રહયા છે. આજે આ કાર્યવાહી પણ વિનાવિધ્ને ચાલી હતી.