શહેર ભાજપાએ સમઢિયાળાની દલિત અત્યાચાર ઘટનાને વખોડી - Sandesh
  • Home
  • Bhavnagar
  • શહેર ભાજપાએ સમઢિયાળાની દલિત અત્યાચાર ઘટનાને વખોડી

શહેર ભાજપાએ સમઢિયાળાની દલિત અત્યાચાર ઘટનાને વખોડી

 | 10:34 pm IST

ભાવનગર,તા.૨૦

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળા ગામે થયેલ દલિત પરના અત્યાચારની ઘટનામાં ગુજરાત સરકારના તંત્રે ઝડપી પગલા લઇને આરોપીઓની ધરપકડ કરી છે તેમ જણાવી આ ઘટનાને વખોડી કાઢી છે.

શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઇ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઇ રાવલ, રાજુભાઇ બાંભણીયા, દલિત સમાજના આગેવાનો અને અનુ.જાતિના શહેર પ્રમુખ અને શહેર મંત્રી મહેન્દ્રભાઇ જાદવ, પૂર્વ મેયર બાબુભાઇ સોલંકી, પ્રદેશ મંત્રી અ.જા. મો. મોહનભાઇ બોરીચા, પ્ર.કા.સભ્ય મહેશભાઇ, સફાઇ કામદાર નિગમના ડિરેક્ટર જીવનભાઈ ચૌહાણ, હરેશભાઇ વાઢેર, કિશોરભાઇ ભોજ, દિલીપભાઇ જોગદીયા, ઉકાભાઇ ચૌહાણ, કાંતાબેન બોરીચા, હીરાબેન વિંઝુડા, રાજીવભાઇ કંટારીયા, બકુલભાઇ ભાસ્કર નલીનભાઇ પટેલ સહિતના ઓ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન