શાપરમાં હાઈ-વે બ્લોક, ટોળાંનો પત્થરમારો, બે પોલીસમેનને ઈજા - Sandesh
  • Home
  • Rajkot
  • શાપરમાં હાઈ-વે બ્લોક, ટોળાંનો પત્થરમારો, બે પોલીસમેનને ઈજા

શાપરમાં હાઈ-વે બ્લોક, ટોળાંનો પત્થરમારો, બે પોલીસમેનને ઈજા

 | 1:09 am IST

  • ટોળાં સામે ગુનો નોંધી ૩૦ શખસોની ધરપકડ : ગોંડલનાં અનીડા-ગુંદાળા રોડ પર ટોળાં ઉતરી આવ્યાં

ગોંડલ : દલિત યુવાનો પર થયેલા અત્યાચારને પગલે બુધવારે અપાયેલા ગુજરાત બંધનાં એલાન દરમિયાન શાપર-વેરાવળમાં દલિતોનાં ટોળાએ હાઈવેને બ્લોક કરી ચક્કાજામ કરતાં મામલો તંગ બની ગયો હતો. જેને કારણે શાપર પોલીસે ટોળાને વિખેરવા અશ્રુવાયુનાં ઔઔસેલ છોડવા પડયાં હતા. જયારે હાઈવે પર ચક્કાજામ કરી પોલીસ સાથે ઘર્ષણ કરનાર ટોળા સામે ગુનો નોંધી ત્રીસ શખસોની ધરપકડ કરી છે. આ બનાવમાં બે પોલીસ કર્મચારીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત બંધનાં એલાનને પગલે સૌરાષ્ટ્રભરમાં દલિત સમાજ દ્વારા રેલી, ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યાં હતા. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા શાપર-વેરાવળમાં આજે બપોરે હાઈવે પર અચાનક દલિત યુવાનોનું ટોળુ ઉતરી આવ્યું હતુ. અને હાઈવે પરનો બંન્ને તરફનો વાહન વ્યવહાર થંભાવી ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહી ટોળાએ હાઈવે પર પત્થરોની આડસો મુકી ધમાલ મચાવી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ સહિતનો કાફલો શાપર પાસેથી પસાર થતાં મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ટોળાએ કોઈ વાતને ગણકારી નહી અને ધમાલ ચાલુ રાખતા વાતાવરણ તંગ બની ગયું હતુ. અને પોલીસ પર પત્થરમારો કરતાં બે પોલીસમેનને ઈજા થઈ હતી. જેને કારણે ટોળાને કાબુમાં લેવા પોલીસને ચાર રાઉન્ડ ટીયર ગેસનાં સેલ છોડવા પડયાં હતા. અશ્રવાયુનાં સેલ છોડતાં નાસભાગ મચી ગઈ હતી.
દરમિયાન હાઈવે ચક્કાજામ કરી ધમાલ મચાવી પોલીસ પર હુમલો કરનાર ત્રણસોનાં ટોળા સામે શાપર પોલીસે ગુનો નોંધી ૩૦ શખસોને ઝડપી લીધા હતા અને ધરપકડ કરી હતી. બનાવ બાદ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ, શાપર ફોજદાર એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે રોડ પર રખાયેલા પત્થરોને સાઈડમાં મુકી હાઈવેને પૂર્વવત કરવામાં આવ્યો હતો.  જયારે ગોંડલનાં અનીડા-ગુંદાળા રોડ પર બુધવારે રાત્રે નવ વાગ્યાનાં અરસામાં મોટી સંખ્યામાં દલિત સમાજનાં મહિલા, પુરૃષો અને યુવાનો રોડ પર ઉતરી આવતા વાતાવરણ તંગ બની ગયું હતુ. જેને કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ સમયે રોષે ભરાયેલા ટોળાએ રોડ પર આડસો મુકી ટાયરો સળગાવી વિરોધ પ્રર્દિશત કર્યો હતો. બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ અને મામલતદાર બોરડ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

  • સૂરજકરાડીમાં ટોળાં ઉમટતાં S.P. દોડી ગયા, માહોલ તંગ

મીઠાપુર : ઓખામંડળના સૂરજકરાડી ખાતે મોડી સાંજે ટોળા ઉમટતાં અને ચક્કાજામનો પ્રયાસ કરતÝં ખંભાળિયાથી જિલ્લા પોલીસવડા પારગી દોડી ગયા હતા અને સ્થિતી સંભાળી હતી. સૂરજકરાડી ખાતે આજે દલિત સમાજની બપોર બાદ રેલી યોજાઈ હતી. રેલી વખતે બજારો સજ્જડ બંધ રહી હતી. ત્યાર બાદ મોડી સાંજે કેટલીક દુકાનો ખુલવÝ લગતાં અને ર૦૦ થી ૩૦૦ લોકોનું ટોળું ઉમટી પડતાં અને મુખ્ય રસ્તા તરફ ધસી જઈ ચક્કાજામ સર્જવાનો પ્રયાસ કરે તેવી સંભાવના ઉભી થતાં પરિસ્થિતી વણસે તે પહેલા એસપી પોલીસ કાફલ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને પરિસ્થિતી સંભાળી હતી. છેલ્લા અહેવાલ મુજબ માહોલ હજૂય તંગ છે.