શાપર-વેરાવળના ઉદ્યોગોની ગાડીને પાટે ચડતા ૩ માસ લાગી જશે ! - Sandesh
  • Home
  • Jamnagar
  • શાપર-વેરાવળના ઉદ્યોગોની ગાડીને પાટે ચડતા ૩ માસ લાગી જશે !

શાપર-વેરાવળના ઉદ્યોગોની ગાડીને પાટે ચડતા ૩ માસ લાગી જશે !

 | 6:42 am IST

  • મોટા ઉદ્યોગો દ્વારા મજૂરોને અપાયો આશ્રાય
  • રાજકોટઃ કોરોના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનને લઈને શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ નાના-મોટા કુલ ૨૯૫૦ યુનિટો હાલ લોકડાઉનમાં છે અને તેને કારણે રોજનું રૂ.૫૦ કરોડનું ટર્નઓવર ઉભું રહી ગયું છે પણ તા.૧૪મી એપ્રિલે લોકડાઉન પુર્ણ થયા પછી પણ ત્રણ માસ સુધી ગાડી ટ્રેક પર આવતા ત્રણ માસ જેટલો સમય લાગી જશે તેમ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ જણાવ્યું હતું
    શાપર-વેરાવળમાંથી રોજેરોજનું કમાતા મોટાભાગના મજૂરો સ્થળાંતર કરી ગયાછે અને તે લોકો લોકડાઉન ખુલ્યા પછી કેવી સ્થિતિ છે તે જોઈને પરત આવશે બાકી મોટા યુનિટો પાસે તેમના મજૂરો છે જ તેમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં કેમકે મોટી ફેકટરીઓના માલિકો દ્વારા તેમના મજૂરો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે એટલે તેમને ફેકટરીઓ ચાલુ કરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં.લોકડાઉન ખુલ્યા બાદ ફેકટરીઓને કાચા માલની સૌપ્રથમ જરૂરિયાત રહેશે અને જો તે મળવા લાગશે તો ગાડી ટ્રેક પર આવી જશે અન્યથા ત્રણેક માસ જેવો સમય લાગી જશે ફુલ સ્વીંગમાં ઈન્ડસ્ટ્રીઝ ચલાવવા માટે તેમ પ્રમુખે ઉમેર્યુ હતું.બાકી લોકડાઉનને કારણે ઈન્ડસ્ટ્રીઝને આકરો આર્થિક ફટકો પડયો છે આમપણ હાલમાં ડોમેસ્ટિક ક્ષેત્રે મંદી હતી અને તેમાં લોકડાઉન આવતા બેવડો માર પડેલ છે તેની કળ વળતા સમય લાગશે તે નકકી છે.જે યુનિટ પાસે એક્ષપોર્ટના ઓર્ડર છે તેમને કોઈ કાચામાલની જરૂરિયાત વધુ રહેશે તેમ અંતમાં પ્રમુખે ઉમેર્યુ હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન