શાળાઓમાં સવારના છાત્રોને રજા આપી દેવાઈ - Sandesh
  • Home
  • Bhavnagar
  • શાળાઓમાં સવારના છાત્રોને રજા આપી દેવાઈ

શાળાઓમાં સવારના છાત્રોને રજા આપી દેવાઈ

 | 10:35 pm IST

ભાવનગર,તા.૨૦  

તાજેતરમાં ઊનાના સમઢિયાળામાં મૃત પશુના ચામડા ઉતારવાનો વર્ષોથી પરંપરાગત વ્યવસાય કરતા દલિત સમાજના યુવાનો પર કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમાનૂષી અત્યાચાર આચરવાના વિરોધમાં મૃત પશુ નિકાલ મંડલ દ્વારા આજ ે બુધવારના ભાવનગર બંધનું એલાન અપાયુ હતું.ભાવનગર બંધના એલાની અસર શાળાઓમાં જોવા મળી હતી.ભાવનગર બંધના એલાનને લીધે આજે સવારના શાળાએ જ્ઞાાન સાધના માટે પહોચેલા છાત્રોને તુરંત રજા આપી દેવાઈ હતી.જેને લીધે આજે સવારની સ્વનિર્ભર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ન થયુ હતું,જ્યારે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જ્ઞાાનસાધના થઈ હતી.  

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, સ્વનિર્ભર મોટાભાગની શાળાઓ બંધ રહેવા પામી હતી. જ્યારે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થયુ હતું. શહેરના શૈક્ષણિક હબ ગણાતા કાળીયાબીડમાં સવારના સમયે શાળાઓમા શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યુ હોવાના ખબર મળ્યા છે. ભાવનગર મૃત પશુ નિકાલ મંડલ દ્વારા ઊનાના સમઢિયાળા ખાતે થયેલા દલિત અત્યાચારના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરાયો હતો. દલિત અત્યાચારના વિરોધમાં આજે ભાવનગર બંધનુ એલાન અપાયુ હતું.ભાવનગર બંધના એલાનની અસરને લીધે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થવા પામ્યુ હતું. જોકે બપોર પછી કેટલીક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. 

  • ભાવનગરમાં વિટકોસ સિટી બસ સેવા બંધ

દલિત સમાજે આજે બુધવારે આપેલા ગુજરાત બંધના એલાનના પગલે કેટલીક જગ્યાએ વાહનોને નિશાન બનાવાતા સલામતીને ધ્યાને લઇ વીટકોસ સિટી બસ સેવા બંધ કરી દેવાઇ હતી. ગઇકાલે મંગળવારે જશોનાથ સર્કલ પાસે દેખાવો કરી રહેલા દલિત આગેવાનોએ વીટકોસ સીટી બસને અટકાવતા ઘડીભર માહોલ ગરમાય ગયો હતો. જો કે, પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જતાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બંધ પૂર્વેના દિવસે બનેલી ઘટનાને ધ્યાને લઇ આજે સીટી બસના સંચાલકોએ સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન