શાળા કક્ષાએ બાકી રહેતા વિષયોની એકમ કસોટીઓ યોજવા સામે શિક્ષકોમાં અસંતોષ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • શાળા કક્ષાએ બાકી રહેતા વિષયોની એકમ કસોટીઓ યોજવા સામે શિક્ષકોમાં અસંતોષ

શાળા કક્ષાએ બાકી રહેતા વિષયોની એકમ કસોટીઓ યોજવા સામે શિક્ષકોમાં અસંતોષ

 | 4:21 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૭મીથી ધો-૯થી ધો-૧૨માં એકમ કસોટી ચાલુ કરાઈ રહી છે ત્યારે શાળા કક્ષાએ બાકી રહેતા વિષયોની એકમ કસોટીઓ યોજવા સામે શિક્ષકોમાં અસંતોષ વ્યાપી ગયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, આગામી તા.૧૭થી ધોરણ- ૯ થી ધો-૧૨ની એકમ કસોટીઓ શરુ થશે. ધો .૯ અને ધો.૧૦માં માત્ર ગુજરાતી , ગણિત , વિજ્ઞાાન અને સામાજિક વિજ્ઞાાન વિષયોની જ એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી શાળાઓને મળનાર છે . તેવી જ રીતે ધો . ૧૧ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી , નામના મૂળતત્વો , વાણીજય વ્યવસ્થા , મનોવિજ્ઞાાન , અર્થશાસ્ત્ર્ર અને આંકડાશાસ્ત્ર્ર વિષયોના જ પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી મળશે. તેવી જ રીતે આગામી માસમાં યોજાનાર પ્રથમ કસોટીમાં પણ ઉપરોક્ત વિષયોના પ્રશ્નપત્રો મળનાર છે અને બાકીના વિષયોના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાની સુચના અપાઈ છે . ત્યારે દરેક શાળાઓ પોતાની કક્ષાએ બાકી રહેતા વિષયોના પ્રશ્નપત્રો તૈયાર કરી એકમ કસોટીઓ યોજે તે સંભવ નથી.

આ સ્થિતિમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ અમુક વિષયોના શિક્ષકોને પોતાના વિષય પ્રત્યે અન્યાય થઇ રહ્યો હોય તેવી લાગણી પ્રવર્તતી રહી છે , તો સામા પક્ષે જે વિષયોની પરીક્ષા યોજાઈ રહી છે તે વિષય શિક્ષકોને સતત પેપરોના મૂલ્યાંકનમાં વ્યસ્ત રહેવું પડે છે . પુનઃ રજૂઆત છે કે બોર્ડ કક્ષાએથી તમામ વિષયોની સમયાન્તરે એકમ કસોટીઓ યોજવામાં આવે . વળી , એકમ કસોટી અને પ્રથમ કે અન્ય પરીક્ષાઓ માટે બાકી રહેતા એક બે વિષયો પુરતું પ્રિન્ટીંગ શાળા કક્ષાએ વધુ ખર્ચાળ બને છે , કારણ કે , માત્ર એક કે બે વિષયો પુરતું પ્રિન્ટીંગ કરવા કોઈ પ્રિન્ટીંગ પ્રેસ તૈયાર થતું નથી અને તૈયાર થાય તો વધુ પડતા ખર્ચની અપેક્ષા રાખે છે , જેનો બોજ આખરે શાળા ઉપર અને વિધાર્થીઓ પર જ આવશે. પ્રિન્ટીંગ ક્ષેત્રમાં જેમ વધુ કોપી તેમ ઓછો ખર્ચ એ બાબત ધ્યાનમાં જ હોય . તમામ વિષયોના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએ તૈયાર કરી તમામ વિષયોનની પરીક્ષા યોજાય તેવું આયોજન કરો , જેથી દરેક વિષયને અને વિષય શિક્ષકોને યોગ્ય ન્યાય આપી શકાય. જો તેમ કરવામાં કોઈ અવરોધ હોય કે અન્ય કોઈ ચોક્કસ કારણ હોય તો તે કારણની લેખિત સ્પષ્ટતા કરવામાં આવે જેથી જે તે વિષય શિક્ષકોના મનમાં પોતાના વિષય પ્રત્યે અન્યાય લાગણી ન જન્મે. તમામ વિષયોના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર થાય અને દરેક વિષયની ચોક્કસ સમયાન્તરે સમાન રીતે કસોટીઓ યોજવામાં આવે.

તમામ વિષયોની ઔસમાન એકમ કસોટીઓ યોજવાની રજૂઆત એળે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા તમામ વિષયોની સમાન રીતે એકમ કસોટીઓ યોજવા બાબતે ગતવર્ષે પણ રજૂઆત કરાઈ છે , આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા ફ્રીને ફ્રી ચોક્કસ વિષયોની એકમ કસોટીઓ યોજવા અંગે પરિપત્ર થઇ રહ્યા છે . જે શિક્ષકો પીડાદાયક છે .

અમુક વિષયના શિક્ષકો પર બોજમાં સતત થતો વધારો

કોરોના કાળમાં ૫૦ % ની ક્ષમતા સાથે સ્કૂલો ચાલી રહી છે અને સરકાર દ્વારા આ વર્ષ દરમિયાન અભ્યાસક્રમમાં ઘટાડો થશે નહિ તેવી શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૧-૨૨ના પત્રમાં સુચના અપાઈ છે , ત્યારે પહેલેથી શિક્ષકો પર અભ્યાસક્રમનો બોજ વધી રહ્યો છે ત્યારે માત્ર અમુક જ વિષયોની સતત એકમ કસોટીઓ લઈને તે વિષય શિક્ષકો પર તે બોજમાં વધારો કરાઈ રહ્યો હોય તેવું અનુભવાય રહ્યું છે.

– સુરેશભાઈ પટેલ, પ્રમુખ, ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ

કોઈ વિષય ચડિયાતો કે કોઇ ઉતરતો ન હોય

બોર્ડ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ માટે દરેક વિષયના પેપર તૈયાર કરે જ છે , તો એકમ કસોટી અને અન્ય પરીક્ષાઓ માટે કેમ નહીં ? શું બોર્ડ માધ્યમિક કક્ષાએ અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયોને અને ઉચ્ચ. માધ્યમિક કક્ષાએ તર્કશાસ્ત્ર્ર , ભૂગોળ, ગુજરાતી , સંસ્કૃત જેવા વિષયોને ગૌણ વિષયો ગણે છે ? જો એવું હોય તો એ બાબતની પણ બોર્ડ દ્વારા લેખિત સ્પષ્ટતા થવી જ જોઈએ . કોઈ વિષય ચડિયાતો કે ઉતરતો હોઈ શકે નહિ . દરેક વિષય એક સમાન મૂલ્ય ધરાવે છે.

– મહાવીરભાઈ ડાંગર, મહામંત્રી, ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;