શાળા પાડી નાખી-હવે બાળકો મંદિરમાં ભણે છેઃશિક્ષક પાટીયે બેસી ભણાવે - Sandesh
  • Home
  • Junagadh
  • શાળા પાડી નાખી-હવે બાળકો મંદિરમાં ભણે છેઃશિક્ષક પાટીયે બેસી ભણાવે

શાળા પાડી નાખી-હવે બાળકો મંદિરમાં ભણે છેઃશિક્ષક પાટીયે બેસી ભણાવે

 | 12:43 am IST

  • વાઈબ્રન્ટ ગુજરાતના વૈભવગાન વચ્ચે વરવી વાસ્તવિકતા ઃ રાજુલા નજીકના ખેરા ગામે ભૂલકાઓ માટે નથી પાણી, નથી યુરીનલ, શૌચાલય

અમરેલી : ભણે ગુજરાત ..સર્વ શિક્ષણ અભિયાન . સહીતના સરકારી સ્લોગન જાણે રાજુલા તાલુકાના ખેરા ગામમાં અર્થ વિહોણા લાગી રહ્યા છે અને અને આ સ્લોગન માત્ર સરકારી બાબુ ના મુખે જ ચર્ચાઈ રહ્યા હોય તેવો ઘાટ છે.ગામમાં છેલ્લા આંઠ મહિના થી સરકારી શાળાના ૨૫૦ જેટલા બાળકો ગામના શીકોતેર માતાના મંદિર માં બેસી અભ્યાસ કરી રહ્યા છે.
ગામમાં આંઠ મહિનાથી સરકારી શાળા નવી બનાવવાની હોવાથી અને જર્જરિત હોવાથી પાડી નખાઈ હતી જેથી શાળાના એકથી પાંચ અને પાંચથી આંઠના કુલ ૨૫૦ જેટલા બાળકો મંદિરમાં બેસે છે ને અભ્યાસ કરી રહ્યા છે.મંદિરમાં નથી શૌચાલય કે નથી પાણીની વ્યવસ્થા કે નથી બેન્ચીસની વ્યવસ્થા.શાળાના માસ્તરો પણ પાટિયા પર બેસીને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે.ત્યારે ગ્રામ પંચાયત દ્વારા અહી નવા બિલ્ડીંગ અંગે મજુરી મંગાઈ હતી અને માજી સરપંચ ભરત ગુજરીયા જણાવે છેકે મંજુરી મળી ગઈ છે તુરંત અમે બિલ્ડીંગ નું કામ ચાલુ કરાવી શું પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે અહી મંદિર પરિસરમાં જ ૨૫૦ જેટલા નાના નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મંદિર પાછળ જ્યાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં જંગલ છે અને સિંહ દીપડા સહીતના વન્ય જીવો છે ત્યારે આ બાળકો ગામથી દુર બે કિમી અભ્યાસ કરવા છેક મંદિરમાં આવે છે.

  • શાળાની ઈમારતનું કામ ટૂંક સમયમાં શરૂ થશેઃડીડીઓ

ખેરા ગામની શાળાના પ્રશ્ને અમરેલી જિલ્લા ડીડીઓ સી.એમ.જાદવે જણાવ્યું હતુ કે અમારી પ્રપોઝલ મુકાઈ ગઈ છે. શાળાની ઈમારત ટૂંક સમયમાં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. બાળકોને શાળામાં શિફટ કરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન