શાહરુખથી લઈને જેક્લિનને એક્ટિંગ શીખવનાર ગુરુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો - Sandesh
  • Home
  • Entertainment
  • શાહરુખથી લઈને જેક્લિનને એક્ટિંગ શીખવનાર ગુરુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો

શાહરુખથી લઈને જેક્લિનને એક્ટિંગ શીખવનાર ગુરુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો

 | 3:03 pm IST

શાહરુખ ખાનથી જેક્લિન ફર્નાડિસ સાથે કેટલાક બોલિવુડ સેલેબ્સને એક્ટિંગની નાનામાં નાની બાબતો શીખવનારા થિયેટર ડાયરેક્ટર જોન બેરીને દુનિયા ‘એક્ટિંગ ગુરુ’ના નામથી ઓળખે છે.

જોન યુકેના કોવેન્ટ્રી શહેરમથી 1968માં અંગ્રેજી શીખવાડવા બેંગલોર આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ 1970માં દિલ્હી પહોંચ્યાં. પાછલા 50 વર્ષોથી જોન ભારતના થિયેટર અને સ્ટેજના વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યાં છે.

વિદ્યાર્થીઓને બોલિવુડ અને થિયેટરની કળાઓ શીખવાડતી વખતે જોનને ભાષાની મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે. જોનના કહેવા પ્રમાણે તેઓ અત્યાર સુધી પોતાની હિન્દી સરખી શીખી શક્યા નથી. તેના પ્રમાણે શાળાના દિવસોમાં તેમને લેટિન અને ફ્રેન્ચ ભાષાને લઈને મુશ્કેલીઓ સામે આવતી હતી. ભાષાઓ હંમેશા માટે તેઓનો મજબૂત ભાગ બની ના સકી. બેરી નેશનલ સ્કુલ ઓફ ડ્રામાની કેટલીક ફેકલ્ટીઓ સાથે કામ કરી ચૂક્યાં છે.