શાહરુખની 'રઈસ'માં સનીના આઈટમ સોન્ગનો તડકો, સોન્ગથી પાકિસ્તાન રહી શકે છે બાકાત - Sandesh
  • Home
  • Entertainment
  • શાહરુખની ‘રઈસ’માં સનીના આઈટમ સોન્ગનો તડકો, સોન્ગથી પાકિસ્તાન રહી શકે છે બાકાત

શાહરુખની ‘રઈસ’માં સનીના આઈટમ સોન્ગનો તડકો, સોન્ગથી પાકિસ્તાન રહી શકે છે બાકાત

 | 7:46 pm IST

શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ‘રઈસ’ને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. દર્શકોની ભીડ કિંગ ખાનને જોવાની સાથે સાથે બીજા એક કારણે પણ જોવા જશે.

સમગ્ર વાત એમ છે કે ‘રઈસ’માં સની લિયોનીનું એક હોટ આઈટમ સોન્ગ પણ જોવા મળશે. પરંતુ પાકિસ્તાનના દર્શકો નિરાશ થઈ શકે છે, કેમ કે માહિતી પ્રમાણે ફિલ્મ નિર્માતાઓએ પાકિસ્તાનમાં સનીના આ આઈટમ સોન્ગ વગર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ નિર્માતાઓનું માનવું એમ છે કે ફિલ્મ રઈસને પાકિસ્તાનમાં બતાવવી ખતરનાક પણ સાબિત થઈ સકે છે, કેમ કે ફિલ્મનો પાકિસ્તાનથી ઉંડો સંબંધ છે. ફિલ્મની હીરોઈન માહીરા ખાન પાકિસ્તાનથી છે અને હીરો પણ એક મુસ્લિમ વ્યાપારી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ રઈસમાં શાહરુખ સિવાય નવાઝુદીન સિદ્દીકી જેવો સ્ટાર પણ છે. ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. ફિલ્મ 1980ના દશકમાં ગુજરાત પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં શાહરુખે એક બિઝનેસ મેનનો રોલ નિભાવ્યો છે.