શાહરુખ અને આલિયા અભિનીત ફિલ્મની પહેલી ઝલક જાહેર, એક ક્લિક દ્વારા જુઓ રસપ્રદ ટ્વિટ - Sandesh
  • Home
  • Entertainment
  • શાહરુખ અને આલિયા અભિનીત ફિલ્મની પહેલી ઝલક જાહેર, એક ક્લિક દ્વારા જુઓ રસપ્રદ ટ્વિટ

શાહરુખ અને આલિયા અભિનીત ફિલ્મની પહેલી ઝલક જાહેર, એક ક્લિક દ્વારા જુઓ રસપ્રદ ટ્વિટ

 | 8:34 pm IST

શાહરુખ ખાન અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘ડિયર જીંદગી’ની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારથી આ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારથી બધાં જ લોકોના મગજમાં એક જ વિચાર આવી રહ્યો છે કે આ બન્નેનું ફિલ્મમાં પાત્ર કેવું હશે? ફેન્સના આ પ્રશ્નનો આછો પાતડો ખ્યાલ ફિલ્મની પહેલી ઝલકમાં થાય છે.

થોડા સમય પહેલા જ આલિયા અને શાહરુખે ફિલ્મની પહેલી ઝલક એક નવાજ અંદાજમાં જાહેર કરી છે. ટ્વિટર પર આલિયા ભટ્ટે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ જાહેર કરેલા લુકને અત્યારે ખૂબ જ ચર્ચાતી ડિઝાઈનીંગ એપમાંથી એડીટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શાહરુખ મેંટરની ભૂમિકા તેમજ આલિયા ભટ્ટ વિદ્યાર્થિનીની ભૂમિકામાં નજર આવી શકે છે, જે આ ફોટોમાં નજર આવી રહ્યું છે.

ફિલ્મની પહેલી ઝલકમાં ફોટા કરતા તો શાયરીઓના અંદાજમાં કરેલી આલિયા અને શાહરુખની વાતો રસપ્રદ છે અને આ ફિલ્મ કેટલી રસપ્રદ હશે તેનો ખ્યાલ તમે આ કલાકારોની ટ્વિટર ચેટ દ્વારા વિચારી શકો છો.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન