શિક્ષકોના માથે વિવિધ કામગીરીના ભારને પગલે શિક્ષણને માઠી અસર - Sandesh
  • Home
  • Bhavnagar
  • શિક્ષકોના માથે વિવિધ કામગીરીના ભારને પગલે શિક્ષણને માઠી અસર

શિક્ષકોના માથે વિવિધ કામગીરીના ભારને પગલે શિક્ષણને માઠી અસર

 | 4:21 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન ખુલી ગયુ છે, દિવાળી વેકેશન ખુલતાની સાથે જ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૫ના ઓફલાઈન વર્ગો ચાલુ થયા છે ત્યારે શિક્ષકોના માથે વિવિધ કામગીરીનો ભાર નાખી દેવામાં આવતા છાત્રોના શિક્ષણને માઠી અસર પડી રહી છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સુત્રોના જણાવ્યા અનુસાર, મતદાર યાદી સુધારણા કામગીરી હેઠળ ભાવનગર સહિત રાજ્યભરમાં દરેક બુથ પર આગામી તા.૨૭ અને ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ બુથ પર બેસીને કામગીરી કરવાની હોય તેમજ ફ્લ્ડિમાં પણ વેરિફ્કિેશન કામગીરી કરવાની હોય તેમજ તે કામગીરીમાં પણ ફ્રજિયાત ટાર્ગેટ આપીને પૂર્ણ કરવાની સૂચનાઓ અલગ અલગ જિલ્લાઓમાં અપાઈ છે. આ ઉપરાંત બધા જિલ્લાઓમાં ફરજિયાત ય્છઇેંડ્ઢછ એપ્લિકેશનમાં ફેર્મ ભરવાના પણ ટાર્ગેટ અપાયો છે . એકબાજુ એપ્લિકેશનમાં વારંવાર સાઇટ એરર આવે છે , તેમજ કેટલાક સબમિટ થઈ ગયેલા ફેર્મ પણ એપ્લિકેશનમાં બતાવતા નથી . અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલ નેટવર્કની પણ મુશ્કેલી હોવાથી ફેર્મ ભર્યા બાદ સબમિટ થતા નથી . વળી કેટલાક, સબમિટ થયેલા ફેર્મને એપ્લિકેશનમાં દર્શાવાતુ નથી. એકસાથે એપ્લિકેશનમાં યુઝર્સ વધી જવાને કારણે એપ્લિકેશનમાં પણ વારંવાર એરર આવતી હોવાની ફરિયાદ ઉઠી છે, આમ મ્ન્ર્ંને એકબાજુ વધુ પડતું કામ હોવાથી સાથે સાથે મેન્યુઅલ ફેર્મ ( હાર્ડ કોપીમાં ) પણ ભરતા હોય છે . આમ જ્યારે એરર આવે ત્યારે ફ્રી એ જ વ્યક્તિનું હાર્ડકોપીમાં ફેર્મ ભરવું પડે છે.

અન્ય કર્મચારીઓને કામગીરીની વહેચણી કરવી જરૃરી

એક કામગીરીમાં ડબલ કામગીરી કરવી પડતી હોવાથી ફ્ક્ત શિક્ષકોને જ આ પ્રકારની કામગીરી આપવાની જગ્યાએ અન્ય કર્મચારીઓને પણ કામગીરીની વહેંચણી કરવામાં આવે તો શિક્ષકોને પોતાના મહત્વના શૈક્ષણિક કામના ભારણને ઓછું કરી શકાય તેમ છે. હાલમાં જે બી.એલ.ઓ.ને ફ્રજીયાત એપ્લિકેશનમાં ફેર્મ ભરવાની સૂચના અપાઈ છે, તેમાથી બાકીના દિવસોની કામગીરીમાં તાત્કાલિક મુક્તિ આપવા માંગ ઉઠવા પામી છે.

રાષ્ટ્રહિતની કામગીરીમાં શિક્ષકોને બોલાવે તે ઈચ્છનીય

સરકારે દરેક વિભાગને કોમ્યુટર ઓપરેટર કમ કલાર્ક ફાળવ્યા હોવા છતા સરકારની કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવે છે.જેને લીધે શિક્ષણને માઠી અસર પડે છે.રાષ્ટ્રહિતના કામગીરીમાં શિક્ષકોને ફરજ પર બોલાવે તે વધારે ઈચ્છનીય છે.દરેક વિભાગ પાસે પુરતો સ્ટાફ છે.જ્યારે શિક્ષણ વિભાગ પાસે સ્ટાફ ઓછો છે.

-ઘનશ્યામભાઈ જોષી, શિક્ષક, બપાડા પ્રા.શાળા

શિક્ષકો માટે અપમાનજક સ્થિતિ ઊભી થઈ છે

શિક્ષકો કોઈ ગુનેગાર નથી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની સાથે છે.ખંતપૂર્વક કામગીરી કરતા શિક્ષકોને તાત્કાલિક અટકાયત કરવાની કામગીરીએ શિક્ષકો માટે અપમાનજનક સ્થિતિ છે.શિક્ષકો રાષ્ટ્રના હિતમાં કામ કરતા જ રહ્યા છે.

-કનુભાઈ ભટ્ટ, પ્રાથમિક શૈક્ષિક સંઘના આગેવાન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;