શિક્ષકોની ભરતીની જાહેરાતથી ટેટ-૨ પાસ ઉમેદવારોમાં રોષ - Sandesh
  • Home
  • Bhavnagar
  • શિક્ષકોની ભરતીની જાહેરાતથી ટેટ-૨ પાસ ઉમેદવારોમાં રોષ

શિક્ષકોની ભરતીની જાહેરાતથી ટેટ-૨ પાસ ઉમેદવારોમાં રોષ

 | 3:12 am IST

। ભાવનગર ।(સંદેશ-પ્રતિનિધિ)-।

ધો.૬ થી ધો.૮માં શિક્ષકોની જરૃરીયાતની તુલનામાં એકદમ ઓછા શિક્ષકોની ભરતીની જાહેરાતને પગલે ટેટ-૧ પાસ ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર આરટીઇના નિયમ મુજબ પ્રાથમિક શાળામાં ધો.૬થી ધો.૮માં કુલ ભરવાની થતી ૧૮ હજાર શિક્ષકોની ભરતી સામે માત્ર ૩૨૦૦૦જગ્યાઓની ભરતી બહાર પાડવાની આવી છે. તેની સામે ટેટ-૧ની પરીક્ષાપાસ ઉમેદવારોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ભરતી નહીં કરવામાં આવે તો નોકરીથી વંચિત વિદ્યાસહાયકો અચોક્કસ મુદતના ધરણા કરસે તેવી ચીમકી વિદ્યાસહાયકો દ્વારા આપવામાં આવી હોવાનું સુત્રોમાં જાણવા મળ્યું છે.

સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ જો સરકાર ટેટ-૨ પાસ ઉમેદવારોની જરૃરીયાત મુજબની ભરતી નહીં કરે તો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાાં આવશે. જો કે, ટેટ-૨ પાસ ઉમેદવારની આ ચેતવણીની અસર સરકાર પર કેવી પડશે ? તે અંગે આવનાર સમયમાં ખ્યાલ આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;