શિક્ષણ સમિતિના કચેરી સામે જ ગોબરવાડો - Sandesh
  • Home
  • Bhavnagar
  • શિક્ષણ સમિતિના કચેરી સામે જ ગોબરવાડો

શિક્ષણ સમિતિના કચેરી સામે જ ગોબરવાડો

 | 4:03 am IST
  • Share

મહાનગર પાલિકા સ્વચ્છતાના પાઠ ભણાવે છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી સામે જ ગોબરવાડો જોવા મળે છે, ઢોર, કુતરાનો પણ ત્રાસ છે, શહેરની શાળાઓનું નિયંત્રણ કરતી શાસનાધિકારીની કચેરીની બહાર જ આવી સ્થિતિ હોય તો બાળકો કે અન્ય લોકો શું બોધ લેશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે, એટલું જ નહીં પણ ગેટ ખુલ્લો છે, તાળું બંધ છે, મતલબ કે અહીં ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ઘાટ ઘડાયો છે, શિક્ષણ સમિતિ હજુ શિખવામાં જ સમય કાઢશે કે, વાસ્તવિકતા સ્વીકારીને તંત્ર ઉપર અકુંશ લાદશે તેવો પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો