શિનોરમાં ૨૫મીએ નબીનુરબાવા અને એમદબાવાની ઉર્સની ઉજવણી - Sandesh
  • Home
  • Baroda
  • શિનોરમાં ૨૫મીએ નબીનુરબાવા અને એમદબાવાની ઉર્સની ઉજવણી

શિનોરમાં ૨૫મીએ નબીનુરબાવા અને એમદબાવાની ઉર્સની ઉજવણી

 | 1:18 am IST

શિનોર, તા.૨૨

શિનોર નગરની મધ્યમાં આવેલા નાની ભાગોળ વિસ્તારમાં નબીનુરબાવા અને એમદબાવાના ૪૦માં ઉર્સની ઉજવણી તા. ૨૫-૭-૧૬ ને સોમવારના રોજ રાત્રે ઇશાની નમાઝ પછી ઉર્સની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં આજુબાજુના ગામડામાંથી બાવાના મુરીદો (અનુયાયીઓ) મોટી સંખ્યામાં ઉમટી પડશે.

શિનોર નગરમાં નાની ભાગોળ વિસ્તારમાં કોર્ટ જવાના રસ્તા ઉપર નબીનુરબાવા અને એમદબાવાની દરગાહ આવેલી છે. આ બંનેવ બાપાની ઉર્સની ઉજવણી એકજ દિવસે તા. ૨૫-૭-૨૦૧૬ ને સોમવારના રોજ રાત્રે ઇશાની નમાઝ પછી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં બોમ્બેના મશહુર કવ્વાલ અનીશ નવાબ કવ્વાલી રજૂ કરશે. નબીનુરબાપા અને એમદબાવાનો સંદલ ૨૪-૭-૧૬ ને રવિવારના રોજ અસરની નમાઝ પછી નીકળશે. અને ઇશાની નમાઝ પછી કુરાન શરીફનો ખતમ અને મહેફીલે શમા યોજાશે.

આજુબાજુના ગામોમાંથી અનુયાયીઓ ઉમટી પડનાર હોય ઉર્સની ઉજવણી સાનદાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. કવ્વાલી સહિતના કાર્યક્રમો પણ યોજાશે.