શિનોર તાલુકામાં વીસીઇ દ્વારા દાખલા મેળવવા આહવાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શિનોર તાલુકામાં વીસીઇ દ્વારા દાખલા મેળવવા આહવાન

શિનોર તાલુકામાં વીસીઇ દ્વારા દાખલા મેળવવા આહવાન

 | 2:59 am IST

ા સાધલી ા

ગુજરાત સરકાર દ્વારા ડીજીતલ સેવા સેતુ અંતર્ગત ૫૬ સેવાઓ ઘેર બેઠા સ્થાનિક પંચાયતોમાં વીસીઇ (વીલેજ કોમ્પ્યુટર એન્ટ્રી પોનીયર)ના માધ્યમથી માત્ર ટોકન રકમથી અપાય છે. શિનોર તાલુકામાં ૨૬ વીસીઇ કાર્યરત હોવા છતાં લોકો શિનોર કચેરીના સામાન્ય કામ માટે ધક્કા ખાઇ નેટબંધ હોય તો પરત જાય છે. તેઓએ સ્થાનિક પંચાયતના વીસીઇ મારફત સેવાનો લાભ લેવા જણાયેલ છે.શિનોર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોમાં ગુજરાત સરકારની ડીઝીટલ સેવા સેતુ હેઠળ ૨૬ વીસીઇ (વીલેજ કોમ્પ્યુટર એન્ટ્રીપ્રેનીયર) દ્વારા દાખલાઓ રૂા. ૨૦ ફી તથા ખેતીના ઉતારા રૂા. ૫/-ની ટોકન ફીથી અપાય છે. છતા શિનોરના ધક્કા ખાઇ લોકો પાછા આવે છે. આવકના દાખલા, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદનના, દિવ્યાંગ આર્થિક સહાય, – જન્મ મરણના દાખલા, પેઢીનામું, ખેતીની જમીનના ૭-૧૨, ૮અ ના ઉતારા, હક પત્રક સને ૧૯૫૧ થી, ઉપરાંત ૧૯૫૧ થી જુના ૭-૧૨ હસ્ત લેખિત ઉતારા માત્ર રૂા. ૫/- ફી લઇ અપાય છે. રેશનકાર્ડમાં સુધારાઓ, નામ ઉમેરવું, કમી કરવું, સુધારો કરવો જેવા કામો માત્ર રૂ. ૨૦/- નિયત ફી ભરીને ઘેરબેઠા થાય છે. ડીજીટલ સેવા સેતું અંતર્ગત ૫૬ જેટલી સેવાઓ સ્થાનિક પંચાયતોમાં વીસીઇ દ્વારા નક્કી કરેલ ફીથી અપાય છે. છતા જાણકારીના અભાવે લોકો લૂંટાય છે. રૂા. ૨૦ ના રૂા. ૨૦૦/- આપે છે.

વચેટીયા – દલાલો અજ્ઞાનતાનો ભરપુર ફાયદો ઉઠાવે છે. કોમન સર્વિસ સેન્ટરો અને જન સુવિધા કેન્દ્રો ઉપર પણ સરકારી ફી લઇને યોજનાકીય દાખલાઓ અપાય છે. સેગવા ગામે તા. ૧૬-૯-૨૦૨૧ સવારના ૧૦-૦૦ કલાકે જન સુવિધા કેન્દ્ર – નાગરિકોની સુવિધા માટે ખુલનાર છે.

તેવા સમયે સરકારની ડીઝીટલ સેવા સેતુ – હેઠળ ૫૬ જેટલી સેવાનો લાભ પંચાયતના ૨૬ ગામોના વીસીઇ પાસેથી નિયત ફીથી લેવા જણાવાયેલ છે. સ્થાનિક તલાટી / વીસીઈ નિયત ફીની પહોંચ આપશે. રેશનકાર્ડને લગતી સામાન્ય કોઇપણ મુશ્કેલીઓનો નિકાલ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ) દ્વારા નિકાલ કરવામાં આવે છ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;