શિવરીની ટીબી હોસ્પિટલમાં દર્દીઓને ચિકન, મટન અને બકરીનું દૂધ પીરસો : શિવસેના - Sandesh
  • Home
  • Mumbai
  • શિવરીની ટીબી હોસ્પિટલમાં દર્દીઓને ચિકન, મટન અને બકરીનું દૂધ પીરસો : શિવસેના

શિવરીની ટીબી હોસ્પિટલમાં દર્દીઓને ચિકન, મટન અને બકરીનું દૂધ પીરસો : શિવસેના

 | 3:44 am IST

મુંબઇ, તા. ૧૯

શિવરીની સરકારી ટીબી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણાઔકોન્સિયસનેસ (ઇસ્કોન) દ્વારા દર્દીઓને પીરસાતું ભોજન પોષણવિનાનું અને ફિક્કંુ હોવાની ટીકા કરતા શિવસેનાએઔદર્દીઓને ચિકન-મટન અને બકરીનું દૂધ પીરસવાની માગણી કરી છે.  

સ્થાયી સમિતિની સાપ્તાહિક બેઠકમાં ટીબીના દર્દીઓના ભોજનમાં ફેરફાર કરવાની માગણી કરનાર શિવસેનાના નગરસેવકો મ્યુનિસિપલઔકમિશનર અજોય મહેતાને પણ પત્ર લખી દર્દીઓનાઔમીલ-મેનુમાં ફેરફાર કરવાની માગણી કરશે.

ઇસ્કોનના ભોજનમાં પ્રોટીન બહુ  ઓછું  

ઇસ્કોન દ્વારા પૂરા પડાતા ખોરાકમાં પ્રોટીન ઓછું છે. લગભગ દરરોજ તેઓ લસણ-આદું વિનાની બટેટાની ભાજી પીરસે છે. હોસ્પિટલ બાફેલા ઇંડાં પૂરા પાડે છે, પરંતુ ટીબીના દર્દી ઝડપથી સાજા થાય એ માટે આટલો ખોરાક પૂરતો નથી, એમ ગૃહના નેતા તૃષ્ણા વિશ્વાસરાવે જણાવ્યું હતું.

બકરીનું દૂધ આરોગ્યપ્રદ  

નિયમિત દૂધને બદલે બકરીનું દૂધ દર્દીઓને આપવાની ભલામણ પણ શિવસેનાના નગરસેવિકાએ સ્થાયી સમિતિને કરી હતી. બકરીનું દૂધ પેટની બળતરા ઘડાડનારું, હાડકાને મજબૂત બનાવનારું, રોગપ્રતિકારક શક્તિ વધારનારું, પાચનશક્તિ સુધારનારું હોવાનું જણાવી તેમણે દર્દીને પીવા માટે કાચુ દૂધ આપવાની ભલામણ પણ કરી હતી. દૂધ ઉકાળવામાં ન આવે તો તેમાં પ્રો-બાયોટિક્સનું પ્રમાણ ઊંચું રહે છે. ઉકાળ્યા વગર દૂધ પીવાથી આરોગ્યને ફાયદો થાય છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  

આર એન્ડ ડી યુનિટ શરૂ કરો  

શિવસેનાના નગરસેવિકા ડો. અનુરાધા પેંડણેકરે હોસ્પિટલમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) યુનિટ વહેલ તકે શરૂ કરવાની માગણી કરી હતી. ટીબીના દર્દીઓ માટે હળદરના ઔષધીય ગુણો અંગે સંશોધન કરવું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.  

ઇસ્કોનને ૨૦૧૪માં અપાયો હતો મીલ કોન્ટ્રેક્ટ  

બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ૨૦૧૪માં ટીબીના દર્દીઓ માટે ખોરાક પૂરો પાડવાનો કોન્ટ્રેકટ ઇસ્કોનને આપ્યો હતો. દર્દીઓ માટે આરોગ્યવર્ધક ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બીએમસીએ ૧૦૦૦-બેડ ધરાવતી હોસ્પિટલ ખાતે કિચન શરૂ કરવાનો ઇસ્કોનને આદેશ આપ્યો હતો.