NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શીતલ ડાયમંડ અને કીયા જ્વેલ્સનું PMGKYમાં ૮ કરોડનું ડિસ્ક્લોઝર

શીતલ ડાયમંડ અને કીયા જ્વેલ્સનું PMGKYમાં ૮ કરોડનું ડિસ્ક્લોઝર

 | 4:30 am IST

૯૦ લાખ રોકડા મળ્યા હતા તે હોલમાર્ક ટૂર્સની વધુ ૩.૮૧ કરોડની કબૂલાત, આજે વધુ પાંચ ઠેકાણે તપાસ     

સુરત, તા. ૨૦

નોટબંધી દરમિયાન બેન્કમાં રૂપિયા ૯ કરોડની માતબર રકમની ડિપોઝિટ કરનાર મુંબઈ-વરાછાની શીતલ ડાયમંડ અને કીયા જ્વેલ્સે રૂપિયા ૮ કરોડ જ્યારે ઘોડદોડ રોડના હોલમાર્ક ટૂર્સ દ્વારા ૩.૮૧ કરોડની કબૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા વધુ પાંચ ઠેકાણે સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ આવકવેરાની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગને મુંબઈમાં રજિસ્ટર્ડ શીતલ ડાયમંડ અને કીયા જ્વેલ્સની વિગતો મળી હતી . આ બંને કંપની દ્વારા નોટબંધી દરમિયાન ૯ કરોડની રકમ બેન્કમાં ડિપોઝિટ કરવામાં આવી હતી. આ બંને કંપનીના એક-એક યુનિટ સુરતમાં પણ હોઈ સુરત ડીઆઈ વિંગના ઈન્સ્પેક્ટર્સને પણ તપાસ માટે જોડવામાં આવ્યા હતા. તપાસ પૂરી થઈ છે અને બંને કંપનીઓએ મુંબઈ ડીઆઈ વિંગ સમક્ષ રૂપિયા ૮ કરોડનું ડિસ્ક્લોઝર પીએમજીકેવાયમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન ગયા અઠવાડિયે રેન્જ-૩ દ્વારા ઘોડદોડ રોડના હોલમાર્ક ટૂર્સ પર સરવે કરાયો ત્યારે ૮૧ લાખની નવી કરન્સી મળી હતી, જેથી કેસ ડીઆઈ વિંગને રિફર કરાતા અધિકારીઓએ નવેસરથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટૂર ઓપરેટરે ૮૧ લાખ બુકિંગના હોવાની દલીલ કરી હતી પરંતુ બુકિંગની એન્ટ્રીઓ બતાવી શક્યો ન હતો. આખરે ડીઆઈ વિંગ સમક્ષ રૂપિયા ૩.૮૧ કરોડની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રૂપિયા ૪ કરોડની ડિપોઝિીના સંદર્ભમાં હોલમાર્ક ટૂર્સ પર સરવે થયો હતો. સરવે દરમિયાન ૨ કરોડ પીએમજીકેવાયમાં કબૂલ્યા હતા.

ડીઆઈ વિંગની કામગીરી વચ્ચે આવકવેરાના અન્ય અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ જ છે. આજે વધુ પાંચ ઠેકાણે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રેન્જ-૫ દ્વારા નાનપુરાના રમેશ ટોબેકો પર તપાસ ચાલે છે. ટોબેકોની બે ફર્મમાં કુલ ૬૦ લાખ ડિપોઝિટ થઈ હતી. આ સિવાય રેન્જ-૭ દ્વારા વરાછાના સીએનજીપંપ અને ખાણીપીણીના સ્ટોલ પર સરવે ચાલે છે. સીએનજી પંપ ધારકે ૨ કરોડ અને ખાણી-પીણીવાળાએ ૧ કરોડ ડિપોઝિટ કર્યા હતા. જ્યારે રેન્જ-૮ દ્વારા કતારગામના સરસીયા પેટ્રોલપંપ અને ૬૦ લાખ ડિપોઝિટ કરનાર કતારગામના યામાહાના ડીલર કોર ઓટોમોબોઈલ પર તપાસ શરૂ કરવામાં આવી છે.

પેટ્રોલના સ્ટોક કરતાં વધુ રકમ ડિપોઝિટની આશંકા

દેશભરના પેટ્રોલપંપ પર ચાલતી તપાસના સિલસિલામાં કતારગામના સરસીયા પેટ્રોલપંપને આવરી લેવાયું છે. વાર્ષિક ૯ કરોડનું ટર્નઓવર ધરાવતા આ પેટ્રોલપંપના સંચાલકે નોટબંધીના દોઢ મહિનામાં ૨ કરોડ ડિપોઝિટ કર્યા હતા. વિભાગને આશંકા છે કે પેટ્રોલના સ્ટોક કરતાં વધુ રકમ જમા કરાવી બ્લેકમની વ્હાઈટ કર્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.

1