શું તમે આંગળીથી તમારા હોઠ પર લગાવો છો લીપ બામ, તો ચેતી જજો અત્યારથી નહિં તો... - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • શું તમે આંગળીથી તમારા હોઠ પર લગાવો છો લીપ બામ, તો ચેતી જજો અત્યારથી નહિં તો…

શું તમે આંગળીથી તમારા હોઠ પર લગાવો છો લીપ બામ, તો ચેતી જજો અત્યારથી નહિં તો…

 | 6:26 pm IST

શું તમે તમારા હોઠ પર દિવસ દરમ્યાન જીભ ફેરવતા રહો છો, તો કદાચ તમને ખબર નહિં હોય પરંતુ તમારી આ આદતો તમારા હોઠને કાળા બનાવી શકે છે. સાથે આવું કરનારા લોકોના હોઠ બહુ જલ્દી ફાટી પણ જતા હોય છે. આ સાથે જો  તમે તમારી આંગળીથી તમારા હોઠ પર લીપ બામ લગાવો છો તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણકે સામાન્ય રીતે આપણે હરતા ફરતા આંગળીથી લીપ બામ લગાવી દઇએ છીએ ત્યારે આપણા હાથ પર અનેક ઘણી ધૂળ બેસેલી હોય છે જે હોઠને અનેક રીતે નુકશાન પહોંચાડે છે.

આપણી આંગળીઓ પર બિમારીઓ ફેલાવનાર બેક્ટેરિયા અને વાયરસ ચીપકેલા હોય છે. એ એટલા નાના હોય છે કે નરી આંખો કરીને પણ તેને જોઇ શકાતા નથી. અને તમે તમારા હાથથી ટોયલેટનું હેન્ડલ, જેટ તેમજ ફ્લશ માટે ઉપયોગ કરો છો અને ત્યારબાદ તે હાથથી જ બામ નિકાળીને લગાવો છો. જેના દ્વારા બેક્ટેરિયા આપણા મોંની અંદરથી શરીરની અંદર પ્રવેશી જાય છે.

આ સાથે આપણે આપણા મોબાઇલ સાથે દિવસભર ચોંટેલા રહીએ છીએ પરંતુ કદાચ એ ખબર નહીં હોય કે આપણી મોબાઇલ સ્ક્રીન પર ટોયલેટ સીટ જેટલા જ બેક્ટેરિયા લાગેલા હોય છે. જેથી આંગળીથી લીપ બામ લગાવવાની જગ્યાએ સ્ટીક વાળો લીપ બામનો ઉપયોગ કરો.

લીપ બામનો ઉપયોગ સામાન્ય રીતે આપણે ફાટેલા હોઠને લીસા તેમજ ચમકીલા કરવા માટે કરતા હોઇએ છીએ. પરંતુ જ્યારે આપણે ડબ્બીની અંદર આંગળી નાંખીને તે હોઠ પર લગાવી દઇએ છીએ ત્યારે તેનાથી અનેક ઇન્ફેક્શન લાગી શકે છે અને ઘણી બિમારીઓને આમંત્રણ પણ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન