શું લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ બાદ આમીર ત્રીજાં લગ્ન કરશે? - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શું લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ બાદ આમીર ત્રીજાં લગ્ન કરશે?

શું લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ બાદ આમીર ત્રીજાં લગ્ન કરશે?

 | 4:35 am IST
  • Share

  હાલ સોશિયલ મીડિયા ઉપર બે સમાચાર પૂરજોશમાં ફરી રહ્યા છે. આ બંને સમાચાર આમીરને લઇને જ છે. આમીરે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આમીરે જણાવ્યું હતું કે લાલસિંહ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ એપ્રિલ મહિનાની 14 તારીખે 2022માં રિલીઝ કરવામાં આવશે. જો ત્યાં સુધીમાં કોરોનાની ત્રીજી વૅવના કારણે થિયેટર ફરીથી બંધ ન થયાં હોય તો જ. ખેર, હાલ લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. સાથે સાથે આમીરને લઇને બીજી પણ મોટી વાત વાયુવેગે પ્રસરી રહી છે. બીજી વાત એવી છે કે તે ત્રીજાં લગ્ન કરી રહ્યો છે. હા, લાલસિંહ રિલીઝ થઇ ગયા બાદ આમીર ત્રીજાં લગ્ન કરશે. તે એપ્રિલ મહિના બાદ આ વાતની સત્તાવાર જાહેરાત કરશે. હાલ તે આ બાબતે ફિલ્મ આડે કોઈ કોન્ટ્રોવર્સી ન આવે તે કારણે ચૂપ છે. તેને ડર છે કે ત્રીજાં લગ્નની જાહેરાત કરશે તો ફિલ્મ આડે કોન્ટ્રોવર્સી નડશે. કહેવાય છે કે આમીર તેની કોઈ કોસ્ટાર સાથે ત્રીજાં લગ્ન કરે તેવી સંભાવના છે. અહીં આપણે નામ ગૅસ કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આમીરનું નામ ફાતીમા સના શેખ સાથે જોડાઈ ચૂક્યું છે. જો કે એક રીપોર્ટ એવો પણ છે કે આમીર ત્રીજાં લગ્ન કરવાના મૂડમાં નથી, આ માત્ર અફવા જ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો