શું સામન્થાનું ચક્કર પ્રીતમ સાથે ચાલી રહ્યું છે? શું એટલે ડિવોર્સ થયા? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શું સામન્થાનું ચક્કર પ્રીતમ સાથે ચાલી રહ્યું છે? શું એટલે ડિવોર્સ થયા?

શું સામન્થાનું ચક્કર પ્રીતમ સાથે ચાલી રહ્યું છે? શું એટલે ડિવોર્સ થયા?

 | 3:00 am IST
  • Share

સામન્થા રૂથપ્રભુને લઇને આજકાલ ઘણી જ ચર્ચાઓ ચાલી રહી છે. તેણે જ્યારથી તેના અને નાગા ચૈતન્યના ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી લોકોને એ જાણવામાં ઘણો જ રસ છે કે બંને વચ્ચે ડિવોર્સનું કારણ શું હશે. ખેર, કારણ વિશે બંનેમાંથી કોઇએ ખુલાસો નથી કર્યો પણ રહી રહીને એવી વાત બહાર આવી રહી છે કે આ ડિવોર્સનું કારણ ખુદ સામન્થા જ છે. તેના અને તેના સ્ટાઇલિશ પ્રીતમના સંબંધોના કારણે તેણે તેના પતિ સાથે ડિવોર્સ લઇ લીધા છે. પ્રીતમ સામન્થાનો સ્ટાઇલિશ છે. હાલ આ બંને વચ્ચે પ્રેમની ખીચડી બની રહી છે. આ અંગે પ્રીતમે જણાવ્યું હતું કે લોકો કોણ જાણે ક્યાં ક્યાંથી આવી વાતો લાવી રહ્યાં છે. અમારી નજીકના લોકો સારી રીતે જાણે છે કે હું સેમને જીજી કહીને બોલાવું છું, તો અમારા લિન્કઅપનો મતલબ જ નથી. મને લાગે છે નાગા ચૈતન્યએ આ બાબતે એક વાર સ્પષ્ટતા કરી લેવી જોઇએ. એ કંઈ બોલતો નથી એટલે લોકો મારા અને સેમના સંબંધ વિશે જેમતેમ વાતો કરી રહ્યાં છે. હું તેને જીજી કહીને બોલાવતો હોય તો અમારી વચ્ચે બીજા સંબંધો શું કામ હોય?  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો