શું સુસ્મિતા કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે?   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શું સુસ્મિતા કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે?  

શું સુસ્મિતા કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે?  

 | 4:38 am IST
  • Share

  બોલિવૂડ સ્ટાર સુસ્મિતા સેને ભલે થોડીઘણી જ ફિલ્મો કરી હોય પણ તેની લોકપ્રિયતા ઘણી છે. લોકોનાં હૈયાંમાં આ ટેલેન્ટેડ અને સ્માર્ટ એક્ટ્રેસનું આગવું સ્થાન રહ્યું છે. તેની પાછળ તમે તેની સ્માર્ટનેસ અને તેનો સાલસ સ્વભાવ કારણભૂત ગણી શકો છો. ખેર, સુશની કદર ભલે બોલિવૂડમાં ન થઈ પણ ઓટીટીએ તેની કદર કરી છે. ગત વર્ષે આવેલી આર્યા માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ગત 16 નવેમ્બરે સુશે તેનો 46મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જન્મદિવસ બાદ તેણે જે વીડિયો મૂક્યા હતા તે જોઈને તેના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. સુશે પોતાના જન્મદિવસ બાદ સોશિયલ મીડિયામાં લાઇવ થઇને તેના ફેન્સનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તે એક મોટી સર્જરીમાંથી તાજેતરમાં જ પસાર થઈ છે. તે એક સુંદર શહેરમાં છે, અને સર્જરી બાદ રિકવર કરી રહી છે. આ જન્મદિવસે તેનો નવો જન્મ થયો હોય એવું તેને લાગી રહ્યું છે. તેણે જણાવ્યું હતું કે હું મારા ફેન્સ સાથે ઘણું શૅર કરવા માંગું છું, પણ તેને હજી થોડો સમય છે. સુશે શેની સર્જરી કરાવી છે તે હજી જાણવા નથી મળ્યું. પણ સર્જરી બાદ તેણે વાળ એકદમ નાના કરાવી નાખ્યા છે. આ જોતાં લાગે છે કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. એક પોસ્ટમાં તેણે એમ પણ લખ્યું હતું કે જન્મદિવસનો સૌથી મોટો ઉપહાર એ છે કે તમે જીવિત છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો