શેત્રુંજી ડેમનું પાણી પિયત માટે છોડવા તળાજામાં ખેડૂત સંગઠનનું આવેદનપત્ર - Sandesh
  • Home
  • Bhavnagar
  • શેત્રુંજી ડેમનું પાણી પિયત માટે છોડવા તળાજામાં ખેડૂત સંગઠનનું આવેદનપત્ર

શેત્રુંજી ડેમનું પાણી પિયત માટે છોડવા તળાજામાં ખેડૂત સંગઠનનું આવેદનપત્ર

 | 1:39 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૨૨

તળાજા સહીત શેત્રુંજી કમાંડ વિસ્તારમાં ખેડૂતોએ મગફળી, બાજરી, તલ અને પશુ માટે ઘાસચારો, જુવાર સહીતની વસ્તુઓ વાવેલી છે તેના માટે પાણીની જરૃરીયાત હોઈ પાણી છોડવા માટે તળાજા ખાતે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવનારા દિવસોમા ંપીવાના પાણીની અછત વર્તાવવાની છે આથી જળાશયોનુંપાણી રીઝવે રાખવાની વાત અને મુખ્યમંત્રી દ્વારા ઉનાળુ મૌલાત ન લેવાની અપીલ છતા તળાજા સહીત શેત્રુંજી સિંચાઈ યોજનાના કમાંડ વિસ્તારમાં આવતા કેટલાંક ખેડૂતોએ સિંચાઈનું પાણી શેત્રુંજી ડેમમાંથી મળશે તેવી આશા વચ્ચે મગફળી, જુવાર, બાજરી, તલ જેવા પાકનુંવાવેતર કરેલ છે. ભારતિય કિસાન સંઘના દેવકરણભાઈ ગઢવી, રમણા પરશોત્તમભાઈ એ આજે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હીત ખાતર શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવા માટે માંગ કરી છે. પરશોત્તમભાઈ રમણાએ શેત્રુંજી સિંચાઈના કર્મચારીઓ સામે આરોપ લગાવતા કહ્યું હતું કે અધિકારીઓ રોડી કરતા હોઈ ખેડૂતો ફોર્મ ભરતા નથી. તેમ છતા ફોર્મ ભરનાર અને ફોર્મ ન ભરનાર બધા જ ખેડૂતો પિયત કરે છે. પોતાના કુવાઓમાં પણ પાણી ઠાલવે છે. ગામડાઓના તળાવો ભરાય છે. તૂટેલી કેનાલો, અધિકારીઓ કાયદાનુ હથીયાર પાણીનો બગાડ કરતા ખેડૂતો સામે ન ઉઠાવતા હોઈ શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી મોટા પ્રમાણમાં વ્યપ થાય છે. સરકાર દ્વારા વારંવાર શેત્રુંજી કેનાલ ટનાટન રહે તે માટે લાખો કરોડો રૃપિયાની ગ્રાંટ આપે છે. ધોરીયા, માઈનોર કેનાલો મરામતાના બહાને મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની વાત ચર્ચા સ્થાને છે.ભૂતકાળમાં કેનાલોમાં ચાલતા ભ્રષ્ટાચારની રેકોડીંગ કરી સીડીઓ સરકાર સુધી મોકલવામાં આપી હતી તેમછતા આંખ મિચામણા કરવાની વાત અછાની નથી ! વર્તમાન સરકાર જાહેરમાં પાણી બચાવોના તારાઓ પોકારે છે ત્યારે વાસ્તવિકતાએ છે કે ડેમના પાણીનો બેફામ રીતે બગાડ થઈ રહ્યો છે તેમ છતા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુંગા મોઢે બધુ જ જોયા કરે છે સરકારનો કાન આપવી શકતા નથી.

;