શેરબજારની માફક એમિશન ક્રેડિટના રેટમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે - Sandesh
  • Home
  • Newspaper
  • શેરબજારની માફક એમિશન ક્રેડિટના રેટમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે

શેરબજારની માફક એમિશન ક્રેડિટના રેટમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે

 | 3:00 am IST

  • એકમોને ૮૦ ટકા ક્રેડિટ ફાળવાશે ઃ ૨૦ ટકા સરકારી ક્રેડિટનું ટ્રેડિંગ થશે
    ા સુરત ા
    ઔદ્યોગિક એકમોમાથી નીકળતા ધૂમાડા- પ્રદૂષણ પર નિયંત્રણ આવે તે ગણતરી સાથે રાજ્ય સરકાર ટેક્સટાઇલ પ્રોસેસર્સ સાથે એમિશન ટ્રેડિંગ સ્કિમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
    સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન ખાતેથી આ યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા એન.એમ. તભાણી (મેમ્બર સેક્રેટરી, જીપીસીબી)એ જણાવ્યુ હતુ કે, આ યોજના પ્રદૂષણ નિયંત્રણમા ઉપયોગી સાબિત થશે. ઉપરાંત આ યોજના થકી ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણ સાથે આવક પણ ઊભી કરી શકશે. આ યોજના હેઠળ પ્રથમ ૧૬૫ ઓદ્યોગિક એકમોને આવરી લેવાયા છે. આ એકમોની ચીમની પર ખાસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવામાં આવ્યા છે. જેના દ્વારા ચીમનીમાથી નીકળતા ધૂમાડા તથા પ્રદૂષણનુ સતત ઓનલાઇન મોનિટરિંગ કરી શકાશે. આ યોજનામાં ૧૬૫ એકમો માટે પ્રતિ માસ ૨૮૦ ટનની ગણતરીનો અંદાજ રાખી એમિશન ક્રેડિટ નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી ૮૦ ટકા ક્રેડિટ આ ૧૬૫ એકમોમાં તેમના યૂનિટની ક્ષમતા મુજબ વહેંચણી કરવામાં આવશે. જ્યારે ૨૦ ટકા ક્રેડિટ સરકાર પાસે રહેશે. આ સ્કિમ હેઠળ જે તે યૂનિટના એકમમાં નિર્ધારિત માત્રાથી વધુ પ્રદૂષણ નિકળશે તો, તેઓએ વધારાની એમિશન ક્રેડિટ બજારમાથી ખરીદ કરવી પડશે, જ્યારે જે એકમ પ્રદૂષણ નિયંત્રણ કરી શકશે, તેઓ પાસે એમિશન ક્રેડિટની બચત થશે. જેનુ તેઓ નેશનલ કોમોડીટી એક્ષ્ચેન્જ પર ઓનલાઇન વેચાણ કરી શકશે. આ પ્રકારે સરકારના ૨૦ ટકા હિસ્સાની ક્રેડિટ તથા જે તે એકમોની વધારાની ક્રેડિટનુ ઓનલાઇન ટ્રેડિંગ થશે. જેમા શેરબજારની માફક ક્રેડિટ ભાવમાં ડિમાન્ડ- સપ્લાય મુજબ ઉતાર ચઢાવ રહેશે. હાલમાં ટ્રેડિંગ પ્રતિ ક્રેડિટ રૂપિયા પાંચના ભાવથી ટ્રેડિંગ થશે. વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રાયોગિક ધોરણે અગાઉ કરાયેલા અભ્યાસમાં ૧૮ ટકા જેટલુ પ્રદૂષણ ઘટયું હોવાનુ નોંધાયુ છે. પ્રથમ તબક્કામાં ટેક્સટાઇલ, પેપર અને કમિકલ ઇન્ડસ્ટ્રીના એકમોને આવરી લેવાયા છે. બીજા તબક્કામાં બાકી રહેતા ટેક્સટાઇલ સહિતના એકમોને સમાવી લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;